સંજય રાઉતે EC ને ગણાવી ભાજપની શાખા, તેજસ્વી યાદવને લઇને આપ્યું આ નિવેદન

શિવસેના નેતા સંજય રાઉત  (Sanjay Raut)એ ભાજપ પર નિશાન સાધ્યું છે અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav) ને લઇને પણ નિવેદન આપ્યું છે. 

સંજય રાઉતે EC ને ગણાવી ભાજપની શાખા, તેજસ્વી યાદવને લઇને આપ્યું આ નિવેદન

મુંબઇ: બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) માટે અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે અને તમામ પાર્ટીઓ બીજા તબક્કાના મતદાનને લઇને પ્રચારમાં લાગી ગઇ છે. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉત  (Sanjay Raut)એ ભાજપ પર નિશાન સાધ્યું છે અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav) ને લઇને પણ નિવેદન આપ્યું છે. 

ચૂંટણી કમિશનને જણાવી ભાજપની શાખા
સંજય રાઉતે ક્રૂના વેક્સીનને ભાજપ દ્વારા ચૂંટણી મુદ્દામાં સામેલ કરીને આચાર સંહિતાનું ઉલ્લંઘન ન ગણતાં ચૂંટણી કમિશન (Election Commission India) ને ભાજપની શાખા ગણાવી. તેમણે કહ્યું કે ચૂંટણી કમિશન ભાજપની એક શાખા છે, એટલા માટે તમે તેની પાસે વધુ આશા ન રાખી શકો. 

ચૂંટણી કમિશને ભાજપને આપી હતી ક્લીન ચીટ
તમને જણાવી દઇએ કે પોતાના ચૂંટણીના ઘોષણા પત્રમાં ફ્રી કોરોના વેક્સીન આપવાનો વાયદો કર્યો હતો, ત્યારબાદ આરટીઆઇ કાર્યકર્તા સાકેત ગોખલેએ આ મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જોકે ઇલેક્શન કમિશને આઅચાર સંહિતાનું ઉલ્લંઘન ન ગણ્યું અને ભાજપને ક્લીનચીટ આપી દીધી.  

'તેજસ્વી યાદવ સીએમ બને તો આશ્વર્ય નહી'
આ સાથે જ સંજય રાઉતે કહ્યું કે જો તેજસ્વી બિહારના મુખ્યમંત્રી બને છે તો આશ્વર્ય થશે નહી. તેમણે કહ્યું કે 'કોઇપણ સહારા વિના એક યુવક જેનો પરિવાર જેલમાં છે અને સીબીઆઇ અને ઇનકમ ટેક્સ તેની પાછળ છે. બિહાર જેવા રાજ્યમાં તમામને પડકારો ફેંકી રહ્યો છે. જો તેજસ્વી યાદવ  (Tejashwi Yadav) કાલે બિહારના સીએમ બની ગયા તો મને આશ્વર્ય નહી થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news