BJP સાંસદના નિવેદનથી સંજય રાઉત ભડકો, Maharashtraમાં સળગ્યો 40,000 કરોડ રૂપિયાનો વિવાદ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અનંતકુમાર હેગડે (Anant Kumar Hegde)નું નિવેદન ચર્ચાનો મુદ્દો બન્યું છે. તેમણે કહ્યું છે કે કે કેન્દ્ર સરકારના 40 હજાર કરોડ રૂપિયા બચાવવા માટે ફડણવીસે સીએમ પદની શપથ લીધી હતી.
Trending Photos
મુંબઈ : ભારતીય જનતા પાર્ટી ( BJP)ના નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અનંત કુમાર હેગડે (Anant Kumar Hegde)ના એક નિવેદનથી મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં ધમાલ મચી ગઈ છે. અનંતકુમારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના માત્ર 80 કલાક માટે સીએમ બનવાના ઘટનાક્રમ વિશે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારના 40 હજાર કરોડ રૂપિયા બચાવવા માટે ફડણવીસે સીએમ પદની શપથ લીધી હતી.
શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) દ્વારા આ મામલે ફડણવીસ પર નિશાન સાધવામાં આવ્યું છે રાઉતે ટ્વીટ કરીને કહ્યું છે કે BJP સાંસદ અનંત કુમાર હેગડેએ કહ્યું છે કે કેન્દ્ર સરકારના 40 હજાર કરોડ રૂપિયા બચાવવા માટે ફડણવીસે સીએમ પદની શપથ લીધી હતી, આ મહારાષ્ટ્ર સાથે ગદ્દારી
Bjp mp @AnantkumarH says @Dev_Fadanvis as CM for 80 hours, moved maharashtra's 40000 cr Rs to center ? This is treachery with maharshtra , महाराष्ट्र के साथ गद्दारी है @Officeof UT
— Sanjay Raut (@rautsanjay61) 2 December 2019
દેવેન્દ્ર ફડણવીસે તો અનંત કુમારના આ નિવેદનને નકારી દીધું છે. પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું છે કે આ વાતને હું સ્પષ્ટપણે નકારું છું. બુલેટ ટ્રેન કેન્દ્રની સહાયતાથી તૈયાર થઈ રહી છે અને એમાં મહારાષ્ટ્રની ભૂમિકા માત્ર જમીન અધિગ્રહણ સુધી જ સિમિત છે. મેં મુખ્યમંત્રી તરીકે કે પછી કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે આવો કોઈ જ નિર્ણય નથી લીધો. સરકારનો જવાબદાર વિભાગ આ વાતની તપાસ કરી શકે છે. જોકે, આ મામલે શિવસેના સાંસદ સંજય રાઉતે ફરી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે.
ઉત્તર કન્નડમાં વાત કરતી લખતે અનંત કુમારે કહ્યું છે કે ''બધાને ખબર છે કે અમારા માણસે 80 કલાક સુધી મુખ્યમંત્રી રહ્યા પછી રાજીનામું આપ્યું હતું. તેમણે આ ડ્રામા કેમ કર્યો? શું તેમને ખબર નહોતી કે તેમની પાસે બહુમત નથી? હકીકતમાં મુખ્યમંત્રીના નિયંત્રણમાં કેન્દ્રના 40 હજાર કરોડ રૂપિયા હતા. તેઓ જાણતા હતા કે જો કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની સરકાર સત્તામાં આવશે તો વિકાસને બદલે એ રકમનો દુરુપયોગ કરશે અને એટલે આ ડ્રામા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફડણવીસ મુખ્યમંત્રી બન્યા અને 15 કલાકમાં કેન્દ્રને 40 હજાર કરોડ રૂપિયા પરત કરી દીધા.''
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે