Sameer Wankhede ની બહેને નવાબ મલિક વિરુદ્ધ ખોલ્યો મોર્ચો, આ મામલામાં FIR દાખલ કરવાની માંગ
Jasmine Wankhede: સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધવા લેખિત ફરિયાદ કરી છે. નવાબ મલિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી લીધેલા ફોટો સામે જસ્મિને વાંધો ઉઠાવ્યો છે.
Trending Photos
મુંબઈઃ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. આ સાથે યાસ્મીને રાષ્ટ્રીય મહિલા પંચને પણ પત્ર લખીને એક મહિલાના રૂપમાં પોતાના બંધારણીય અધિકારોની રક્ષા કરવાની વિનંતી કરી છે.
આ પહેલા યાસ્મીને નવાબ મલિક તરફથી સમીર વાનખેડેના નામને લઈને લગાવવામાં આરોપો પર પલટવાર કર્યો હતો. સમીર વાનખેડેની બહેને કહ્યું- એક અધિકારીના જન્મ પ્રમાણ પત્રની શોધ કરનાર તે (નવાબ મલિક) કોણ હોય છે? તેની રિસર્ચ ટીમે દુબઈથી બોમ્બે સુધી આ તસવીરને પોસ્ટ કરી છે. અમને મોતની ધમકી ભર્યા કોલ આવી રહ્યાં છે. મને લાગે છે કે મારે પણ દરરોજ ખોટા પૂરાવા રજૂ કરવા જોઈએ. મલિકે એક બર્થ સર્ટિફિકેટ ટ્વીટ કરતા સમીર વાનખેડેનું નામ 'સમીર દાઉદ વાનખેડે' જણાવ્યું હતું.
Mumbai | NCB Sameer Wankhede's sister Yasmeen Wankhede writes to National Commission for Women requesting "to safeguard her constitutional rights as a woman." She has also filed a police complaint to register FIR against Maharashtra minister Nawab Malik.
(file pic) pic.twitter.com/u7Y40Nh9U8
— ANI (@ANI) October 27, 2021
સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે બુધવારે કહ્યું કે, તેના પતિનો જન્મ એક હિન્દુના રૂપમાં થયો છે અને તેણે ક્યારેય પોતાનો ધર્મ બદલ્યો નથી. ક્રાંતિ રેડકરે 2006માં સમીર વાનખેડેના પ્રથમ લગ્ન કરાવનાર કાજી દ્વારા કરવામાં આવેલા તે દાવાનો વિરોધ કર્યો, જેમાં કાજીએ કહ્યુ કે, સમીર નિકાહના સમયે મુસ્લિમ હતા. હાઈ-પ્રોફાઇલ ડ્રગ્સ મામલામાં વસૂલીના આરોપો બાદ વાનખેડે એક રાજકીય તોફાનના કેન્દ્રમાં આવી ગયા છે, જેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. સમીર વિભાગીય તપાસનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Drugs Case: Sameer Wankhede ની 4 કલાક સુધી પૂછપરછ, કેપી ગોસાવી મુદ્દે NCB એ આપ્યું નિવેદન
હકીકતમાં મલિકે આરોપ લગાવ્યો હતો કે વાનખેડેનો જન્મ એક મુસ્લિમના રૂપમાં થયો હતો, પરંતુ નકલી જાતિ પ્રમાણ પત્ર સહિત અન્ય દસ્તાવેજોની મદદથી અનામત હેઠળ નોકરી મેળવવા માટે સમીરે ખુદને દલિત હિન્દુ ગણાવ્યા અને યૂપીએસસીની પરીક્ષા પાસ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે