Sagar Dhankhar Murder Case: સુશીલ કુમારની સુરક્ષા માટે જેલ પ્રશાસનનો પ્લાન, આ બે ગેંગસ્ટર મોકલવામાં આવશે તિહાડ

સૂત્રોના જણાવ્યા અનુસાર મંડોલી જેલમાં સુશીલના વિરોધી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને મંડોલી જેલમાંથી તિહાડની જેલ નંબર 1ના હાઇ સુરક્ષા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Sagar Dhankhar Murder Case: સુશીલ કુમારની સુરક્ષા માટે જેલ પ્રશાસનનો પ્લાન, આ બે ગેંગસ્ટર મોકલવામાં આવશે તિહાડ

નવી દિલ્હી: સાગર ધનખડ મર્ડર કેસ (Sagar Dhankhar Murder Case) માં મંડોલી જેલ (Mandoli Jail) માં બંધ પહેલવાન સુશીલ કુમાર (Wrestler Sushil Kumar) ને ત્યાં પહેલાંથી જ રહેતી બે મોટા ગેંગસ્ટરોથી જીવનું જોખમ છે. સુશીલ કુમારની સુરક્ષાનું આકલન કર્યા બાદ હવે જેલ વહિવટીતંત્ર હરકતમાં આવી ગયું છે. 

લોરેન્સ બિશ્નોઇ તિહાડમાં શિફ્ટ થયા
સૂત્રોના જણાવ્યા અનુસાર મંડોલી જેલમાં સુશીલના વિરોધી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને મંડોલી જેલમાંથી તિહાડની જેલ નંબર 1ના હાઇ સુરક્ષા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વિરોધી એક અન્ય ગેંગસ્ટર સમ્પત નેહરાને પણ મંડોલીથી તિહાડ શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. તેને પણ સોમવારે તિહાડ મોકલવામાં આવી શકે છે.

તમને જણાવી દઇએ કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પર મકોકા લાગેલો છે. તેને અને સમ્પત નહેરાને તાજેતરમાં જ મંડોલી જેલ નંબર 15 ના વોર્ડ નંબર 4 માં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હવે આ જેલના સેલ નંબર 1 માં પહેલવાન સુશીલ કુમાર (Wrestler Sushil Kumar) પણ પહોંચી ગયા છે. ત્યારબાદ તેના પર વિરોધી ગેંગ તરફથી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

સુશીલ પર CCTV થી 24 કલાક નજર
સુશીલની સુરક્ષાને કડક કરતાં CCTV દ્વારા ચોવીસ કલાક તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે. તેની સાથે જ પેરામિલિટ્રી ફોર્સના જવાન પણ સુશીલના વોર્ડ પાસે 24 કલાક સુરક્ષા ડ્યૂટી પર તૈનાત કરવામાં આવ્યા છે. 

જાણકારોના અનુસાર સાગર ધનખડ હત્યાકાંડ (Sagar Dhankhar Murder Case) બાદથી લોરેન્સ બિશ્વોઇ, સમ્પત નેહરા અને કાલા જઠેડી જેવા ગેંગસ્ટર સુશીલ (Wrestler Sushil Kumar) ના જીવ પાછળ પડી ગયા છે. તેને જોતાં જેલ વહિવટીતંત્ર તેની સુરક્ષામાં કોઇ કમી રાખવા માંગતા નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે અને આગામી હત્યાકાંડ સાથે જોડાયેલા કેટલાક અન્ય લોકોની ધરપકડક કરવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news