Sadhvi Pragya Thakur on Godse: સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતાં રાહુલ ગાંધીએ તાક્યું નિશાન

parliament live updates: સાધ્વી પ્રજ્ઞાએ (Sadhvi Pragya) મહાત્મા ગાંધીજીને (Gandhi Bapu) ગોળીએ દેનાર નથુરામ ગોડસેને (Nathuram Godse) દેશભક્ત ગણાવતાં આ નિવેદનને પગલે સંસદમાં (Parliament) ભારે હંગામો થયો છે. કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ મામલે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે- આ ભારતના સંસદીય ઇતિહાસનો કાળો દિવસ છે.

Sadhvi Pragya Thakur on Godse: સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતાં રાહુલ ગાંધીએ તાક્યું નિશાન

નવી દિલ્હી : સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના (Sadhvi Pargya) નથુરામ ગોડસેને (Nathuram Godse) દેશભક્ત કહેવા અંગેના નિવેદનને લઇને વિવાદ ખડો થયો છે. જે મામલે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)કહ્યું કે સાધ્વીજીએ કહ્યું કે વાસ્તવમાં આ ભાજપ અને આરએસએસના દિલની વાત છે. હું એમાં શું કહી શકું? આ કોઇનાથી છુપુ નથી. હું એના પર કાર્યવાહીની માંગ કરી સમય વ્યય કરવા નથી ચાહતો. આ સાથે જ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, આતંકી પ્રજ્ઞાએ આતંકી ગોડસેને દેશભક્ત કહ્યો, આ ભારતના સંસદીય ઇતિહાસનો કાળો દિવસ છે. 

આ સાથે જ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાનનું નિવેદન ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ અને હેરાન કરનારૂ છે. આ સાથે જ સોનિયા ગાંધીએ કહ્યું કે, અમારી પાર્ટી કોંગ્રેસે આ મામલે જે કહેવા જેવું હતું એ બધું જ કહ્યું છે. 

આ વચ્ચે ભાજપે આ મામલે પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાના નિવેદનને ભાજપ સમર્થન નથી આપતું. આ સાથે જ કહ્યું કે, હવે તે કોઇ ચર્ચામાં જોડાશે નહીં. જેપી નડ્ડાએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું નિવેદન નિંદનીય છે. ભાજપ આ પ્રકારના નિવેદન કે વિચારધારાને બિલકુલ સમર્થન નથી આપતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news