રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ મજબૂત થશે ભારત, લડાકૂ હેલીકોપ્ટર ખરીદવાને મળી મંજૂરી
કેબિનેટ સમિતિએ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખતા 15 હળવા લડાકૂ હેલીકોપ્ટર ખરીદવાને મંજૂરી આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીના નેતૃત્વવાળી સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિએ 3887 કરોડ રૂપિયાના ખર્ચથી દેશમાં વિકસિત 15 હળવા લડાકૂ હેલીકોપ્ટર ખરીદવાને મંજૂરી આપી દીધી છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે 10 હેલીકોપ્ટર ભારતીય વાયુ સેના માટે અને પાંચ ભારતીય થલ સેના માટે હશે. મંત્રાલયે કહ્યું, 'સીસીએસે 3887 કરોડ રૂપિયાના ખર્ચથી 15 હળવા લડાકૂ હેલીકોપ્ટર લિમિટેડ સિરીઝ પ્રોડક્શનની ખરીદીની સાથે-સાથે 377 કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમને મંજૂરી આપી છે.'
સરકારી કંપની કરે છે હેલીકોપ્ટરનું પ્રોડક્શન
લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટર લિમિટેડ સિરીઝ પ્રોડક્શન સ્વદેશ વિકસિત લડાકૂ હેલીકોપ્ટર છે, જેમાં મૂલ્યના હિસાબથી લગભગ 45 ટકા સ્વદેશી સામગ્રી છે જે ધીમે-ધીમે વધારી 55 ટકાથી વધુ થઈ જશે. સરકારી કંપની હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ હેલીકોપ્ટરનું પ્રોડક્શન કરે છે. હેલીકોપ્ટરની ખરીદીનો નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે સેનાની ત્રણેય પાંખો ચીનની સાથે સરહદો સહિત ભારતની સમક્ષ રક્ષા પડકારોનો સામનો કરવા માટે પોતાની યુદ્ધ ક્ષમતાઓને વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
હેલીકોપ્ટરની ખાસિયત
મંત્રાલય પ્રમાણે આ હેલીકોપ્ટર એક્સપેક્ટેડ ક્ષમતા, ગતિશીલતા, વિસ્તારિત રેન્જ, ઉંચાઈ પર ઉડાનના પ્રદર્શન વગેરે ક્ષમતાથી લેસ છે. મંત્રાલયે કહ્યું કે, હેલિકોપ્ટરને ઊંચાઈ પરના બંકર-બસ્ટિંગ ઓપરેશન્સ, જંગલ અને શહેરી વાતાવરણમાં આતંકવાદ વિરોધી કામગીરી અને જમીન પર સુરક્ષા દળોને ટેકો આપવા માટે પણ તૈનાત કરી શકાય છે. હેલીકોપ્ટરનો ઉપયોગ ધીમી ગતિથી ઉડાન ભરનાર વિમાનો દ્વારા દુશ્મનો દ્વારા દૂરથી રિમોટ દ્વારા સંચાલિત વિમાન વિરુદ્ધ પણ કરી શકાય છે.
મંત્રાલયનું નિવેદન
મંત્રાલયે આગળ કહ્યું કે, આ ભારતીય વાયુ સેના અને ઈન્ડિયન આર્મીની ઓપરેશનલ જરૂરીયાતોને પૂરી કરવામાં સક્ષમ હશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે તેમાં આગામી ત્રણથી ચાર દાયકા માટે ઉભરતી જરૂરીયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. લડાકૂ ભૂમિકાઓમાં તૈનાતી માટે સ્પેસિફિક સિસ્ટમને એલસીએચમાં જોડવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે એચએએલ દ્વારા એલસીએચનું નિર્માણ આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપશે અને દેશમાં રક્ષા પ્રોડક્શન અને રક્ષા ઉદ્યોગના સ્વદેશીકરણને પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચોઃ Fourth Covid Wave: શું દેશમાં આવશે કોરોનાની ચોથી લહેર? આઈઆઈટી કાનપુરે આપી મહત્વની જાણકારી
હળવા લડાકૂ હેલીકોપ્ટરને મંજૂરી મળવાથી ફાયદો
એલસીએચના પ્રોડક્શનથી દેશમાં લડાકૂ હેલીકોપ્ટરો માટે ઇમ્પોર્ટ પર નિર્ભરતા ઓછી થશે. હળવા હેલીકોપ્ટર પહેલાથી ઇમ્પોર્ટ પ્રતિબંધ યાદીમાં છે. લડાકૂ અભિયાનો માટે ઘણી વિશેષતાઓની સાથે, એલસીએચમાં એક્સપોર્ટ ક્ષમતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે