દિલ્હી કોંગ્રેસનો કકળાટ ફરી સામે આવ્યો, શીલાના નિર્ણય પર ચાકોએ ઉઠાવ્યા સવાલ !

દિલ્હીમાં કોંગ્રેસનાં અનેક હોદ્દેદારોની નિમણુંક તેમની સાથે વિચાર વિમર્શ કર્યા વગર કરવામાં આવી

દિલ્હી કોંગ્રેસનો કકળાટ ફરી સામે આવ્યો, શીલાના નિર્ણય પર ચાકોએ ઉઠાવ્યા સવાલ !

નવી દિલ્હી : દિલ્હી કોંગ્રેસમાં ચાલી રહેલા કલહ અને મતભેદ હવે સ્પષ્ટ રીતે સામે આવવા લાગ્યા છે. હાલમાં જ દિલ્હી કોંગ્રેસ પ્રમુખ શીલા દીક્ષિતનાં એક નિર્ણયને રદ્દ કર્યા બાદ એઆઇસીસીમાં રાષ્ટ્રીય રાજધાનીના પ્રભારી પીસી ચાકોએ એકવાર ફરીથી પૂર્વ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર પીસી ચાકોએ શીલા દીક્ષિતને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે શીલા દીક્ષિત દ્વારા 14 જિલ્લા કોંગ્રેસ કમિટીઓનાં પર્યવેક્ષક અને 280 બ્લોક કોંગ્રેસ કમિટીના પર્યવેક્ષકની નિયુક્તિઓ પર સવાલ ઉઠાવ્યા છે. 

— ANI (@ANI) July 13, 2019

ઉન્નાવ મદરેસાના વિદ્યાર્થીઓ સાથે મારપીટને પરાણે અપાયો ધાર્મિક રંગ, તપાસમાં થયો ઘટસ્ફોટ !
મળતી માહિતી અનુસાર પીસી ચાકોએ પત્રમાં લખ્યું કે, 14 જિલ્લા કોંગ્રેસ કમિટીનાં પર્યવેક્ષક અને 280 બ્લોક કોંગ્રેસ કમિટીનાં પર્યવેક્ષકોની નિયુક્તિ તેમની સાથે વિચાર વિમર્શ કર્યા વગર થયું છે. આ સાથે જ તેમણે દિલ્હી કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષોની નિયુક્તિ પર પણ સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ દિલ્હી કોંગ્રેસ કમિટીનાં ત્રણ કાર્યકારી અધ્યક્ષ હારુન યુસુફ, દેવેન્દ્ર યાદવ અને રાજેન્દ્ર લિલોથિયાએ રાહુલ ગાંધી, દિલ્હી પ્રભારી પીસી ચાકો અને પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલને પત્ર લખીને કહ્યું છે કે, તેઓ એકતરફી નિર્ણય તેમને જણાવ્યા વગર જ લેવાયો છે. 

ભાજપ નેતાનો દાવો, કોંગ્રેસ-સીપીએમ-ટીએમસીના 107 ધારાસભ્યો જોડાવા તૈયાર
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 29 જુલાઇના રોજ પીસી ચાકોએ શીલા દીક્ષિત દ્વારા પાર્ટીની તમામ 280 બ્લોક સ્તરીય સમિતિ ભંગ કર્યાનાં પછીનાં દિવસે આ નિર્ણયને પરત ખેંચી લીધો હતો. આ પગલા બાદથી જ બંન્ને નેતાઓ વચ્ચે મતભેદના સંકેત મળવા લાગ્યા હતા. પાર્ટી સુત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીના પાર્ટી મુદ્દાના પ્રભારી ચાકોએ બ્લોક સમિતીઓને ભંગ કરવા અંગે સ્ટે લગાવી દીધો હતો અને પોતાનાં આદેશની પ્રતિ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દીક્ષિતને મોકલી દીધું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news