ન્યાયમાં થનાર મોડુ પણ અન્યાય,મંદિર માટે ઝડપથી કાયદો બને: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે, સમાજ માત્ર કાયદાથી નથી ચાલતો

ન્યાયમાં થનાર મોડુ પણ અન્યાય,મંદિર માટે ઝડપથી કાયદો બને: મોહન ભાગવત

નવી દિલ્હી : આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા દેશમાં એકવાર ફરીથી રામ મંદિરનો મામલો ગરમાયો છે. અયોધ્યામાં યોજાયેલ વીહીપ ધર્મસભા વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. નાગપુરમાં તેમણે કહ્યું કે, ભારત એક લોકશાહીનો દેશ છે અને આ જ કારણથી રામ મંદિર નિર્માણની માંગ કરી રહ્યા છે. સંઘ પ્રમુખે કહ્યું કે, એએસઆઇ દ્વારા કરવામાં આવેલ ખોદકામ દરમિયાન સામે આવ્યું કે ત્યાં મંદિર હતું. જેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. તેમણે કહ્યું કે, જો રામ મંદિર નહી બને તો ત્યાં કોનું મંદિર બનશે. ત્યાં એક ભવ્યાતિભવ્ય રામ મંદિર બનાવવાની જરૂર છે. 

મોહન ભાગવતે કહ્યું કે, લાગે છે કે કોર્ટની પ્રાથમિકતામાં મંદિર છે જ નહી. સમાજ માત્ર કાયદાથી નથી ચાલતો અને ન્યાય મળમાં થતું મોડુ પણ એક પ્રકારનો અન્યાય જ છે. આથી કોર્ટે આ અંગે ઝડપથી ચુકાદો આપવો જોઇએ. સાથે સાથે દેશની કરોડો જનતાની લાગણી અને સાથે રજુ કરવામાં આવેલા તથ્યો પર પણ ધ્યાન આપવું જોઇએ. આજે દેશમાં કરોડો લોકો રામ મંદિરના નિર્માણની રાહ જોઇ રહ્યા છે. 

હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન મંદિર નિર્માણમાં કોર્ટના આદેશનાં કારણે જે સમય લાગી રહ્યો છે. દેશનાં કરોડો જનતા સાથે સંપુર્ણ અન્યાય છે. ન્યાય મળવામાં જે મોડુ થઇ રહ્યું છે તે પણ એક પ્રકારે દેશનાં કરોડો લોકો સાથે અન્યાય છે. સુપ્રીમ કોર્ટ વારંવાર આ કેસને લટકાવતી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news