POK ખાલી કરાવવા માટે સંઘે શરૂ કર્યું અભિયાન, ફારૂક અબ્દુલ્લા પર ભડક્યા ઇંદ્રેશ કુમારે કહ્યુ- અમારા પર દયા કરો, ચીન ચાલ્યા જાવ

સંઘ નેતાએ જમ્મુ-કાશ્મીરમાં ચીનની મદદથી આર્ટિકલ 370ની વાપસીની ઈચ્છા વ્યક્ત કરનારા ફારૂક અબ્દુલ્લા પર આકરા પ્રહારો કરતા કહ્યુ, ચાલો એક પ્રસ્તાવ પાસ કરી તેને કહીએ કે પ્લીઝ ચીન ચાલ્યા જાવ, અમારા પર દયા કરો.
 
  POK ખાલી કરાવવા માટે સંઘે શરૂ કર્યું અભિયાન, ફારૂક અબ્દુલ્લા પર ભડક્યા ઇંદ્રેશ કુમારે કહ્યુ- અમારા પર દયા કરો, ચીન ચાલ્યા જાવ

નવી દિલ્હીઃ આરએસએસ નેતા અને રાષ્ટ્રીય મુસ્લિમ મંચના માર્ગદર્શક ઇંદ્રેશ કુમારે પીઓકે અને ગિલગિત-બાલ્ટિસ્તાનને ખાલી કરાવવા માટે પાકિસ્તાન પર દબાવ બનાવવાના ઈરાદાથી અભિયાન શરૂ કર્યુ છે. તેમણે આર્ટિકલ 370ને ખતમ કરવા પર ગુપકાર ગઠબંધનના નેતાઓ ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીના નિવેદનોને લઈને તેના પર હુમલો કર્યો છે. એટલું જ નહીં સંઘ નેતાએ ફારૂક અબ્દુલ્લાને ચીન જવાની સલાહ આપી છે. 

રાષ્ટ્રીય મુસ્લિમ મંચના એક કાર્યક્રમમાં ઇંદ્રેશ કુમારે કહ્યુ, 'જ્યારે પીઓકે અને ગિલગિત-બાલ્ટિસ્તાનથી અવાજ ઉઠશે. તે જમ્મુ-કાશ્મીરનો ભાગ છે જેથી તે ભારતને મળવો જોઈએ. પીઓકે, ગિલગિત-બાલ્ટિસ્તાનને પાકિસ્તાના ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવવા માટે આજથી એક અભિયાન શરૂ થશે. પાકિસ્તાને આ જગ્યાઓ પરથી પોતાની સેનાને હટાવવી પડશે.'

દિલ્હીઃ કોરોના પર  CM કેજરીવાલે બોલાવી સર્વદળીય બેઠક, ભાજપ-કોંગ્રેસને પણ આમંત્રણ  

સંઘ નેતાએ જમ્મુ-કાશ્મીરમાં ચીનની મદદથી આર્ટિકલ 370ની વાપસીની ઈચ્છા વ્યક્ત કરનારા ફારૂક અબ્દુલ્લા પર આકરા પ્રહારો કરતા કહ્યુ, ચાલો એક પ્રસ્તાવ પાસ કરી તેને કહીએ કે પ્લીઝ ચીન ચાલ્યા જાવ, અમારા પર દયા કરો.

ઇંદ્રેશ કુમારે તિરંગાને લઈને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની વિવાદિત ટિપ્પણીને લઈને પણ તેના પર હુમલો કર્યો છે. સંઘ નેતાએ કહ્યુ કે, મુફ્તીને જ્યાં સારૂ લાગે ત્યાં ચાલ્યા જાય. જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવા પર ઇંદ્રેશ કુમારે કહ્યુ કે, ભારત 70 વર્ષ બાદ એક રાષ્ટ્ર બન્યું છે. એક રાષ્ટ્ર, એક ધ્વજ, એક બંધારણ, એક નાગરિકતા, એક નારો અને એક રાષ્ટ્રગિત.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news