રેલવે ગ્રુપ ડીમાં 64 હજાર પોસ્ટ માટે કરી છે એપ્લિકેશન તો તમારા માટે છે મોટા સમાચાર

SC/ST એપ્લિકેશનકર્તા માટે એડમિટ કાર્ડની સાથે જ ફ્રિ ટ્રેન પાસ પણ તે પેજ પર આપવામાં આવે છે. ત્યાંથી તેને પણ ડાઉન્લોડ કરી શકાય છે.

રેલવે ગ્રુપ ડીમાં 64 હજાર પોસ્ટ માટે કરી છે એપ્લિકેશન તો તમારા માટે છે મોટા સમાચાર

નવી દિલ્હી: રેલવે ગ્રુપ ડીની ભરતી પરીક્ષાની વધુ એક તારીખ જાહેર કરવામાં આવી છે. જો તેમ પણ તેના માટે એપ્લિકેશન કર્યું છે તો આ સમાચાર તમારા કામના છે. રેલવેએ 29 ઓક્ટોબરથી 17 ડિસેમ્બર વચ્ચે થનારી પરીક્ષાની તારીખ, શહેર અને શિફ્ટની માહિતી જાહેર કરી છે. એપ્લિકેશન કરનારે પરીક્ષાની તારીખ, શહેર અને અન્ય માહિતી તમને ઓનલાઇન ચેક કરી શકો છો. ધ્યાન આપવાની વાત કરીએ તો ઓનલાઇન આપેલી જાણકારી એપ્લિકેશનકર્તાનું એડમિટ કાર્ડ નથી. પરીક્ષાની તારીખના ચાર દિવસ પહેલા એડમિટ કાર્ડ તાહેર કરવામાં આવશે. આ પહેલાની પરીક્ષાઓ માટે પણ રેલવે બોર્ડે આ જ કર્યું હતું. રેલવે ગ્રુપ ડીમાં 64 હજાર પોસ્ટ પર આ એપ્લિકેશન મંગાવવામાં આવી હતી. આ પરિક્ષા માટે લગભગ 1 કરોડ 90 લાખ ઉમેદવારઓએ એપ્લિકેશન કરી છે.

રેલ્વે બોર્ડ ગ્રુપ ડી માત્ર 1ની પરીક્ષા આયોજિક કરી રહ્યું છે. એક્ઝામની પહેલા બેન્ચની માહિતી 7 સ્પ્ટેમ્બરે જાહેર કરવામાં આવી હતી. બીજી બેન્ચની 5 ઓક્ટોબરે જાહેર કરવામાં આવી હતી. બન્ને બેન્ચની એક્ઝામ 26 ઓક્ટબરે લેવામાં આવશે. હવે રેલવે બોર્ડ 29 ઓક્ટોબરે અને 17 ડિસેમ્બર વચ્ચેની આ પરીક્ષાની જાણકારી શેર કરી છે..

એપ્લિકેશન માટે એડમિટ કાર્ડ પરીક્ષાથી ચાર દિવસ પહેલા જહેર કરાવામાં આવે છે. SC/ST એપ્લિકેશનકર્તા માટે એડમિટ કાર્ડની સાથે જ ફ્રિ ટ્રેન પાસ પણ તે પેજ પર આપવામાં આવે છે. ત્યાંથી તેને પણ ડાઉન્લોડ કરી શકાય છે.

આવી રીતે ચેક કરો RRB ગ્રુપ ડી લેવલ 1ની પરીક્ષાની માહિતી
1. સૌથી પહેલા આ લિંક પર ક્લિક કરો અને ગ્રુપ ડી એક્ઝામ પેજ પર લોગ ઇન કરો.
2. તમારો રજીસ્ટ્રેશન નંબર અને ડેટ જન્મ તારીખ સાથે કેપ્ચા કોડ નાખો. ત્યાર બાદ લોગ ઇનના બટન પર ક્લિક કરો.
3. જો તમારી પરીક્ષાની ડેટ જાહેર કરવામાં આવી હશે તો ત્યાં ડિસ્પ્લે થઇ જશે.

પરીક્ષા માટે એડમિટ કાર્ડ કેવી રીતે કરવું ડાઉનલોડ
1. ઉમેદવારી ઉપર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો અને આરઆરબીની વેબસાઇટ પર જાઓ. હોમ પેજ પર આપવામાં આવેલી Click here to Download E-Call Letterની લિંક પર ક્લિક કરો.
2. તમારૂં યૂઝર આઇડી અને જન્મતારીથ નાખો.
3. લોગ-ઇન કરતા જ તમારૂ અડમિટ કાર્ડ તમારી સામે આવી જશે. તેની પ્રિન્ટ આઉટ લઇ લો. પરીક્ષામાં તેને સાથે લઇને જવું.

ગ્રુપ સી એએલપી (આસિસ્ટેન્ટ લોકો પાયલટ) અને ટેક્નીશિયનની એક્ઝામ 4 સ્પ્ટેમ્બરે જ પૂરી થઇ ગઇ હતી. ટૂંક સમયમાં રેલવે બોર્ડ રિઝલ્ટ પણ જાહેર કરી દેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news