ROBOT: પંજાબીમાં વાત કરે છે આ રોબોટ, બાળકોને આપે છે શિક્ષણ!
પંજાબના જલંધરની સરકારી હાઇસ્કૂલના કમ્પ્યૂટર ટીચર હરજીત સિંહે પંજાબી બોલતો, સમજતો વિશ્વનો પહેલો રોબોટ તૈયાર કર્યો છે.
- પંજાબીમાં વાત કરતો રોબોટ બનાવવામાં આવ્યો
- વિદ્યાર્થીઓના પ્રશ્નોના સરળતાથી આપ્યા જવાબ
- આ રોબોટનું નામ છે સરબંસ કૌર
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે અનેક રોબોટ વિશે સાંભળ્યું હશે અને જોયા પણ હશે. રોબોટ જ્યારે માણસની જેમ કામો કરે અને માણસની જેમ જ બોલે ત્યારે તે જોવાની મજા પડે છે. ત્યારે વિશ્વમાં પહેલીવાર પંજાબીમાં વાત કરતો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રોબોટ પંજાબી ભાષામાં વાતચીત કરે છે. દેશના પંજાબ પ્રાંતની મુખ્ય બોલી હોવા ઉપરાંત પંજાબી દુનિયાના ઘણા દેશમાં બોલવામાં આવે છે. દુનિયાના વિવિધ ભાગોમાં જ્યાં જ્યાં ભારતના પંજાબ કે પાકિસ્તાનના પંજાબના લોકો જઈને વસ્યા છે. પંજાબના જલંધરની સરકારી હાઇસ્કૂલના કમ્પ્યૂટર ટીચર હરજીત સિંહે પંજાબી બોલતો, સમજતો વિશ્વનો પહેલો રોબોટ તૈયાર કર્યો છે.
આ રોબોટનું નામ સરબંસ કૌર છે. કોઈપણ આ નામથી બોલાવે ત્યારે આ રોબોટ જવાબ આપે છે. રોબોટનું નામ લેતા જ તે એક્ટિવ થઈ જાય છે. તે સતશ્રી અકાલથી માંડીને ગુરબાણી પણ સંભળાવે છે. આ રોબોટને બનાવવામાં દોઢથી 2 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવ્યો છે. જેને બનાવવામાં 7 મહિના જેટલો સમય લાગ્યો હતો.
Anveshi Jain ના PHOTOS થી સોશિયલ મીડિયા પર વધી ગઈ ગરમી...
શિક્ષક હોવાને કારણે તેઓ ઈચ્છતા હતા કે બાળકોને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ સરળતાથી સમજમાં આવી જાય. કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ તૈયાર કરવા માટે તેમણે અંગ્રેજીના શબ્દોને પંજાબીમાં અનુવાદ કર્યું. તે જ લેંગ્વેજના આધારે તેમણે રોબોટ તૈયાર કર્યો. જો કે રોબોટનું સ્વરૂપ એક મહિલાનું હતું, તેથી તેથી તેનું નામ ‘સરબસ કૌર’ રાખવામાં આવ્યું. હરજીતની પત્નીએ રોબોટને પોતાનો અવાજ આપ્યો. પહેલા તેમણે પત્ની જસપ્રીતનો અવાજ રેકોર્ડ કર્યો પછી તેમા થોડા સુધારા કર્યા બાદ રોબોટમાં સ્થાપિત કરવામાં આવ્યો. બાળકોને જવાબ આપતા આ રોબોટને જોઈને સૌ કોઈને મજા આવે છે. સોશિયલ મીડિયામાં હાલ આ રોબોટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પંજાબી બોલતા રોબોટને જોઈને લોકોને પણ મજા આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે