Bihar: 8 વર્ષ બાદ ઉપેન્દ્ર કુશવાહાની થઈ ઘર વાપસી, જાણો કેમ ગયા હતા નીતિશકુમારથી દૂર 

આખરે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકીને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા આજે જેડીયુના થઈ ગયા. આ સાથે જ લાંબા સમયથી ચાલી આવતી ઉથલપાથલનો પણ અંત થઈ ગયો. પાટનગર પટણામાં જેડીયુ ઓફિસમાં ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી RLSPનો આજે જેડીયુમાં વિલય કરી દીધો.

Bihar: 8 વર્ષ બાદ ઉપેન્દ્ર કુશવાહાની થઈ ઘર વાપસી, જાણો કેમ ગયા હતા નીતિશકુમારથી દૂર 

Bihar Politics: આખરે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકીને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા આજે જેડીયુના થઈ ગયા. આ સાથે જ લાંબા સમયથી ચાલી આવતી ઉથલપાથલનો પણ અંત થઈ ગયો. પાટનગર પટણામાં જેડીયુ ઓફિસમાં ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી RLSPનો આજે જેડીયુમાં વિલય કરી દીધો.આ સાથે જ આઠ વર્ષે ઉપેન્દ્ર કુશવાહા એકવાર ફરીથી નીતિશકુમારની સાથે થઈ ગયા. વિલય બાદ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, શરત વગર આ ઘરમાં મે નીતિશજીના નેતૃત્વમાં સેવા કરવાનો નિર્ણય લીધો છે. આગળ જે પણ ઉતાર ચઢાવ હશે તે નીતિશકુમારના નેતૃત્વમાં હશે. ઉપેન્દ્ર કુશવાહાએ ખુબ ઉતાર ચડાવ જોયા છે. હવે આગળ જે પણ જોઈશું તે નીતિશના નેતૃત્વમાં જોઈશું. 

પાટનગર પટણામાં જેડીયુ ઓફિસમાં ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી RLSPનો આજે જેડીયુમાં વિલય કરી દીધો.આ સાથે જ આઠ વર્ષે ઉપેન્દ્ર કુશવાહા એકવાર ફરીથી નીતિશકુમારની સાથે થઈ ગયા. વિલય બાદ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, શરત વગર આ ઘરમાં મે નીતિશજીના નેતૃત્વમાં સેવા કરવાનો નિર્ણય લીધો છે. આગળ જે પણ ઉતાર ચઢાવ હશે તે નીતિશકુમારના નેતૃત્વમાં હશે. ઉપેન્દ્ર કુશવાહાએ ખુબ ઉતાર ચડાવ જોયા છે. હવે આગળ જે પણ જોઈશું તે નીતિશના નેતૃત્વમાં જોઈશું. 

— ANI (@ANI) March 14, 2021

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બિહારમાં કામ થયું છે પરંતુ આગળ વધુ કામ કરવાની જરૂર છે. નીતિશકુમાર જે પણ નિર્ણય લેશે અમે તેમની સાથે છીએ. પાર્ટીને મજબૂતી આપવાની જરૂર છે.  બિહાર જ નહીં દેશને JDU પાસેથી અપેક્ષા છે. JDU ને ફરીથી નંબર વન બનાવવાની છે. આપણે ધર્મ નિરપેક્ષતા સામાજિક ન્યાય સાથે મજબૂતીથી ખડા રહેવાનું છે. આ બાજુ વશિષ્ઠ નારાયણ સિંહની ભૂમિકા પર ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે વશિષ્ઠ નારાયણ સિંહની મોટી ભૂમિકા રહી છે. તેઓ અમારી પાછે ડંડા લઈને ઊભા રહ્યા તે માટે આભારી છીએ. 

RLSP ના જેડીયુમાં વિલય પહેલા ઉપેન્દ્ર કુશવાહએ કહ્યું કે રાષ્ટ્ર અને રાજ્યના હિતમાં બિહારમાં સમાન વિચારધારાવાળા લોકોએ એક સાથે આવવું જોઈએ. તે વર્તમાન રાજનીતિક માગણી છે. આથી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ નીતિશકુમારના નેતૃત્વમાં જેડીયુ સાથે વિલયનો નિર્ણય લીધો છે. હવે તઅમે તેમની પડખે છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news