New Parliament House: લાલુ પ્રસાદની RJD એ નવી સંસદને ગણાવ્યું તાબૂત! એક ટ્વીટ પર ભારે હંગામો
New Parliament Inauguration: નવા સંસદ ભવનના ઉદ્ધાટન બાદ પણ રાજકીય ઘમાસાણ અટકવાનું નામ લેતું નથી. આ બધા વચ્ચે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ નવા સંસદ ભવનની સરખામણી તાબૂત (કોફીન) સાથે કરી છે. બીજી બાજુ નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ પણ નવા સંસદ ભવનના ઉદ્ધાટન પર નિશાન સાધ્યું છે.
Trending Photos
New Parliament Inauguration: નવા સંસદ ભવનના ઉદ્ધાટન બાદ પણ રાજકીય ઘમાસાણ અટકવાનું નામ લેતું નથી. આ બધા વચ્ચે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ નવા સંસદ ભવનની સરખામણી તાબૂત (કોફીન) સાથે કરી છે. બીજી બાજુ નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ પણ નવા સંસદ ભવનના ઉદ્ધાટન પર નિશાન સાધ્યું છે. જેડીયુએ તેને તાનાશાહી ગણાવ્યું છે. અત્રે જણાવવાનું કે લગભગ 20 જેટલા વિપક્ષી દળોએ નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, આરજેડી, સપા અને જેડીયુ સહિત પક્ષોએ નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહમાં ભાગ લીધો નહીં.
નવી સંસદ પર વિવાદિત ટ્વીટ!
નવા સંસદ ભવનના ઉદ્ધાટન બાદ આરજેડીએ અધિકૃત ટ્વિટર હેન્ડલથી નવી સંસદ અને તાબૂતનો ફોટો એક સાથે ટ્વીટ કર્યો અને તેના કેપ્શનમાં લખવામાં આવ્યું કે આ શું છે?
ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L
— Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023
ઉદ્ધાટન પર વિપક્ષી દળોનું ઘમાસાણ
નોંધનીય છે કે નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈને સમગ્ર દેશમાં એકબાજુ જ્યાં જશ્નનો માહોલ છે ત્યાં નવી સંસદને લઈને અનેક વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ સહિત 20 પાર્ટીઓએ આજે થનારા સમારોહથી અંતર જાળવ્યું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર હુમલો કરતા કહ્યું કે ઈતિહાસ બદલનારી ભાજપ સરકાર એક દિવસ પોતે જ બદલાઈ જશે.
શાહરૂખે કર્યા વખાણ
બીજી બાજુ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાને ટ્વીટ કરીને નવા સંસદ ભવનના વખાણ કર્યા. જેના પર પીએમ મોદીએ જવાબ આપતા લખ્યું કે નવું સંસદ ભવન લોકતાંત્રિક શક્તિ અને પ્રગતિનું પ્રતિક છે. જે પરંપરાને આધુનિકતા સાથે જોડે છે. આ ઉપરાંત અભિનેતા કમલ હસને પણ તમામ પક્ષોને મતભેદ ભૂલાવીને નવા સંસદ ભવનના ઉદ્ધાટનને રાષ્ટ્રીય એક્તાનો અવસર બનાવવાની અપીલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે