પુણેએ એજ્યુકેશન અને આઈટી સેક્ટરમાં બનાવી મજબૂત ઓળખઃ પીએમ મોદી

પીએમ મોદીએ પુણેમાં આજે અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યુ છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, પુણેએ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, આઈટી અને ઓટોમોબિલના ક્ષેત્રમાં પોતાની ઓળખ સતત મજબૂત કરી છે. 

પુણેએ એજ્યુકેશન અને આઈટી સેક્ટરમાં બનાવી મજબૂત ઓળખઃ પીએમ મોદી

પુણેઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના પુણેના પ્રવાસે છે. પીએમ મોદીએ પુણેમાં આજે અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યુ છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, પુણેએ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, આઈટી અને ઓટોમોબિલના ક્ષેત્રમાં પોતાની ઓળખ સતત મજબૂત કરી છે. મોદીએ કહ્યુ કે, આધુનિક સુવિધાઓ પુણેના લોકોની જરૂર છે અને અમારી સરકાર પુણેની જનતાની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા કામ કરી રહી છે. 

આ પહેલાં પીએમ મોદીએ પુણેવાસીઓને મેટ્રોની ભેટ આપી હતી. મેટ્રો રેલ પરિયોજનાના ઉદ્ઘાટન સમયે તેમની સાથે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ યાત્રાના સમયે મેટ્રોમાં હાજર બાળકો સાથે વાતચીત પણ કરી હતી. 

100 ઈ-બસોનો શુભારંભ, જલદી એક કાર્ડથી થશે શહેરની સફર
પ્રધાનમંત્રી મોદીએ આ વચ્ચે બનેરમાં નિર્મિત 100 ઈ-બસો અને ઈ-બસ ડેપોનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા કહ્યુ કે, અમારી સરકારનો પ્રયાસ છે કે દરેક શહેરમાં વધુમાં વધુ ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિક બસો, ઇલેક્ટ્રિક કારો અને ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર હોય. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, સરકારનું ફોકસ છે કે દરેક શહેરમાં સ્માર્ટ મોબિલિટી હોઈ જે માટે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એક કાર્ડને ઉપયોગમાં લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ કાર્ડનો ફાયદો તે થશે કે લોકો તેનાથી મેટ્રો અને બસોમાં સફર કરી શકશે. 

— ANI (@ANI) March 6, 2022

2014 બાદ થયો મેટ્રોનો વિસ્તાર
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યુ કે, 2014 સુધી માત્ર દિલ્હી-એનસીઆરમાં જ મેટ્રોનો વ્યાપક વિસ્તાર થયો હતો. બાકી શહેરોમાં મેટ્રોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યુ કે, આજે દેશના અનેક શહેરોમાં મેટ્રો ઓપરેશનલ થઈ ચુકી છે કે જલદી ચાલુ થઈ જશે. તેમણે કહ્યું કે, મેટ્રો પુણેમાં મોબિલિટીને સરળ કરશે અને પ્રદૂષણ ઓછુ કરવાની સાથે લોકોને લાભ થશે. 

Maharashtra Governor Bhagat Singh Koshiyari and Pune Mayor Murlidhar Mohol also present pic.twitter.com/Nr6tBYct8H

— ANI (@ANI) March 6, 2022

મુલા-મુથા નદી પરિયોજનાની રાખી આધારશિલા
પીએમ મોદીએ આ સાથે મુલા-થુલા નદી પરિયોજનાના કાયાકલ્પ અને પ્રદૂષણ નિવારણની આધારશિલા પણ રાખી છે. ઉલ્લેખનીય છે કે 1080 કરોડ રૂપિયાથી વધુની આ યોજનાથી નદીના 9 કિમીના ભાગની કાયાકલ્પ કરવામાં આવશે. 

પીએમ મોદીએ ટિકિટ ખરીદી કરી મેટ્રોની સવારી
મહત્વનું છે કે પુણે મેટ્રોનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા પીએમ મોદીએ ખુબ મેટ્રોની ટિકિટ લઈને સવારી કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ ગરવારે કોલેજથી આનંદ નહર સુધી પુણે મેટ્રોની યાત્રા કરી છે. 

— ANI_HindiNews (@AHindinews) March 6, 2022

પીએમસીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ
મહત્વનું છે કે પીએમ મોદીએ પુણે પહોંચ્યા બાદ સૌથી પહેલા કોર્પોરેશન પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. આ પ્રતિમાની ખાસીયત છે કે તે 1850 કિલોગ્રામ ગનમેટલથી બની છે અને લગભગ 9.5 ફૂટ લાંબી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news