ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી મુસ્લિમ બનનાર વ્યક્તિને અનામતનો લાભ આપી ન શકાય-કેન્દ્ર

મુસ્લિમ અને ખ્રિસ્તિ ધર્મમાં અનામત વ્યવસ્થા (Reservation System)  લાગુ કરવાની માગણી કરતી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સોગંદનામું દાખલ કર્યું છે. સોગંદનામામાં કહેવાયું છે કે ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી મુસલમાન (Muslim)  બનનારી વ્યક્તિને હિન્દુ (Hindu) ધર્મમાં વિભિન્ન જાતિઓને મળતો અનામતનો  લાભ આપવામાં આવી શકે નહીં. 

ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી મુસ્લિમ બનનાર વ્યક્તિને અનામતનો લાભ આપી ન શકાય-કેન્દ્ર

નવી દિલ્હી: મુસ્લિમ અને ખ્રિસ્તિ ધર્મમાં અનામત વ્યવસ્થા (Reservation System)  લાગુ કરવાની માગણી કરતી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સોગંદનામું દાખલ કર્યું છે. સોગંદનામામાં કહેવાયું છે કે ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી મુસલમાન (Muslim)  બનનારી વ્યક્તિને હિન્દુ (Hindu) ધર્મમાં વિભિન્ન જાતિઓને મળતો અનામતનો  લાભ આપવામાં આવી શકે નહીં. 

જુઓ LIVE TV

આ અરજી સુપ્રીમ કોર્ટમાં હિન્દુમાંથી મુસલમાન બનેલા મોહમ્મદ સાદિકે દાખલ કરી છે. જે પહેલા મુકેશકુમાર હતો. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે કહ્યું કે આ અરજીને સુપ્રીમ કોર્ટ ફગાવી દે, કારણ કે મુસ્લિમ અને ખ્રિસ્તિ ધર્મમાં છૂતઅછૂત જેવી કુરિતિઓ નહતી, જેને ધ્યાનમાં રાખીને અનામતનો લાભ હિન્દુ ધર્મની વિભિન્ન જાતિઓને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news