રિસર્ચથી ખુલાસો, કોરોના સામે ખુબ કારગર નીકળી આ રસી, બચાવી રહી છે અનેક લોકોના જીવ!

કોરોના વાયરસ(Coronavirus)થી રક્ષણ માટે એકબાજુ રસીની ટ્રાયલ ચાલુ છે. જ્યારે બીજી બાજુ એક રિસર્ચના તારણોમાં જાણવા મળ્યુ છે કે ટીબીથી બચાવનારી બીસીજી(BCG)ની રસી લોકોને કોરોનાથી પણ બચાવી શકે છે.

 રિસર્ચથી ખુલાસો, કોરોના સામે ખુબ કારગર નીકળી આ રસી, બચાવી રહી છે અનેક લોકોના જીવ!

નોઈડા: કોરોના વાયરસ(Coronavirus)થી રક્ષણ માટે એકબાજુ રસીની ટ્રાયલ ચાલુ છે. જ્યારે બીજી બાજુ એક રિસર્ચના તારણોમાં જાણવા મળ્યુ છે કે ટીબીથી બચાવનારી બીસીજી(BCG)ની રસી લોકોને કોરોનાથી પણ બચાવી શકે છે. આ બાજુ દેશમાં તહેવારોની સીઝનને જોતા કોરોનાના કેસ વધવાની ભીતિ સેવાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45,674 દર્દીઓ નોંધાયા છે. 

બીસીજીની રસી કોરોનાથી આપે છે રક્ષણ!
રિસર્ચ મુજબ બાળકોને ટીબીથી બચાવવા માટે મૂકવામાં આવતી બીસીજીની રસી કોરોનાથી પણ રક્ષણ આપે છે. એક રિસર્ચનું માનીએ તો આ રસી કોરોનાથી બચાવમાં કારગર સાબિત થઈ રહી છે. નોઈડા સેક્ટર-39 સ્થિત કોવિડ હોસ્પિટલ(COVID Hospital)ના ચિકિત્સા અધિક્ષક(MS)  ડો. રેણુ અગ્રવાલે(Renu Agarwal) એક અભ્યાસ હાથ ધર્યો જેના પરિણામમાં જાણવા મળ્યું કે બીસીજીની રસી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. 

જેમણે રસી નહતી મૂકાવી તેઓ થયા પોઝિટિવ
આ અભ્યાસ દરમિયાન 1 એપ્રિલના રોજ 30 મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને કોવિડ ડ્યૂટી દરમિયાન નોઈડા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બીસીજીની રસી આપવામાં આવી. જેમાંથી કોઈ પણ હજુ સુધી કોરોના પોઝિટિવ થયું નથી. જ્યારે એક કંટ્રોલ ગ્રુપના 50 લોકોના કોરોના ટેસ્ટમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા. 

સ્ટેજ 2માં નોઈડાની કોવિડ હોસ્પિટલમાં 50 મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને બીસીજી રસી 24 ઓગસ્ટે આપવામાં આવી. તે સમયે તેઓ કોવિડ ડ્યૂટીમાં કાર્યરત હતા. તેમાંથી કોઈનામાં પણ કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો નથી. જ્યારે કંટ્રોલ ગ્રુપના 80 મેમ્બર્સમાંથી 20 કોરોના સંક્રમિત થયેલા જોવા મળ્યા. 

210માંથી 80 કર્મચારીઓને રસી મૂકવામાં આવી. જ્યારે 130ની નિગરાણી રસી મૂકાયા વગર કરવામાં આવી. રસી ન મૂકનારા લોકોમાં કોરોનાના કેસ જોવા મળ્યા પરંતુ જેમણે રસી મૂકાવી હતી તેમનામાં હજુ સુધી કોરોનાનું સંક્રમણ જોવા નથી મળ્યું. 

ઈન્ડિયન જર્નલ ઓફ અપ્લાયડ રિસર્ચમાં આ અભ્યાસ પ્રકાશિત થયો છે. ડો.રેણુ અગ્રવાલના જણાવ્યા મુજબ 80 કર્મચારીઓનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું. સમૂહમાં 30 લોકોને બીસીજીની રસી મૂકવામાં આવી. જ્યારે 50ને રસી મૂક્યા વગર જ કોવિડ ડ્યૂટીમાં કાર્યરત કરાયા. બીસીજીની રસી જેમણે મૂકાવી હતી તેઓ પણ કોવિડ ડ્યૂટીમાં હતાં. 

આ બધાના દર 15 દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા. લગભગ એક મહિના બાદ જે કર્મચારીઓને રસી નહતી મૂકાવી તેમનામાંથી 16 કોરોના સંક્રમિત  જોવા મળ્યા. એમએસએ પોતે પણ રસી મૂકાવી હતી અને તેઓ હજુ પણ કોરોના સંક્રમિત થયા નથી. 

Total active cases are 5,12,665 after a decrease of 3,967 in last 24 hrs.

Total cured cases are 78,68,968 with 49,082 new discharges in the last 24 hrs pic.twitter.com/SBcrl5vF5Q

— ANI (@ANI) November 8, 2020

નવા 45,674 દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45,674 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 85,07,754 થઈ છે. જેમાંથી 5,12,665 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 78,68,968 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 559 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,26,121 પર પહોંચ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news