RBIનો રાજ્ય સરકાર પર પ્રતિબંધ, સરકારી પગારથી માંડી બિલ બધુ જ અટકશે !

સરકારનાં તમામ આર્થિક વ્યવહારો પર પ્રતિબંધ લાગતા સરકારી કર્મચારીઓનાં પગારથી માંડીને વિવિધ બિલ સહિતની તમામ આર્થિક ગતિવિધિ ઠપ્પ થશે

RBIનો રાજ્ય સરકાર પર પ્રતિબંધ, સરકારી પગારથી માંડી બિલ બધુ જ અટકશે !

મણિપુર : મણિપુરમાં આર્થિક સંકટ વધી ચુક્યા બાદ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રાજ્ય સરકારનાં દરેક પ્રકારની લેવડદેવડ અને ચુકવણી પર તત્કાલ અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. RBIના આસિસ્ટેંડ મેનેજર અનિતા કુમારીના હવાલાથી મણિપુર સરકારની સાથે લેવડ દેવડવાળી ઇમ્ફાલ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ને લખેલા એક પત્રમાં કહેવામાં આવ્યું કે, મણિપુર સરકારે કોટાથી વધારે ઓવર ડ્રાફ્ટ રોકડ કાઢી લીધી છે. ત્યાર બાદ સરકારી લેવડ દેવડ પર તત્કાળ પ્રતિબંધ મુકી દેવાયો છે. 

ISRO ના ચંદ્રયાન-2 પ્રોજેક્ટ બાદ ભારત સુરજ સામે મીટ માંડશે !
મુખ્યમંત્રીએ તત્કાલ બેઠક બોલાવી
પત્રમાં લખવામાં આવ્યું કે, એવી સ્થિતીમાં તત્કાળ પ્રભાવથી ઇમ્ફાલ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મણિપુર સરકારને અપાઇ રહેલ સરકારી કેશને અટકાવી દીધી. સમગ્ર મુદ્દે સંજ્ઞાન લેતા ગુરૂવારે મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે રાજ્ય સરકારની સમીક્ષા પર પ્રતિબંધ લાદ્યો છે. સાથે જ આ મુદ્દે ઝડપથી ઉકેલ લાવવા માટે કેબિનેટ અને સંબઁધિત બેંક અધિકારીઓ સાથે બેઠક ચાલુ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિઝ્વ બેંકના નિર્ણયથી મણિપુરનાં સરકારી કર્મચારીઓનો પગાર પણ અટકી ગયો છે. સાથે જ રાજ્યમાં અચાનક આર્થિક સંકટ પેદા થઇ ચુક્યું છે. 

ભારત હવે અંતરિક્ષમાં પણ મહાશક્તિ બનવા તરફ, પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે: ઇસરો
આરબીઆઇએ અનિશ્ચિત સમય સુધી પ્રતિબંધ મુક્યો
રિઝર્વ બેંકની તરફથી મણીપુર સરકારે લેવડ દેવડ પર લગાવાયેલ પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે છે. સરકારે એક ત્રિમાસીકમાં 36 દિવસ કરતા વધારે સમય સુધી ઓવરડ્રાફ્ટ સુવિધા લીધી. ત્યાર બાદ આરબીઆિ તરફથી સ્ટેટ બેંકના ચેરમેનને પત્ર મોકલવામાં આવ્યો છે. સાથે જ આરબીઆઇએ રાજ્ય સરકારનાં ચેક, બિલ ક્લિયર નહી કરવાનાં નિર્દેશ આપ્યા છે. મણિપુર સરકારને 12 જુન બાદ આરબીઆઇ તરફથી રોકડ ઉપાડવાની સુવિધા નહી આપવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news