પંચતત્વમાં વિલીન થયા રામવિલાસ પાસવાન, પુત્ર ચિરાગે આપી મુખાગ્નિ
દીધા ઘાટ પર રાજકીય સન્માન સાથે કેન્દ્રીય મંત્રીને અંતિમ વિદાય આપવામાં આવી. આ સમયે સીએમ નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ હાજર રહ્યા હતા.
Trending Photos
પટનાઃ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના રાજકીય સન્માન સાથે દીઘા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પુત્ર ચિરાગ પાસવાને પિતાને મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન તે બેભાન થઈને નીચે પડી ગયો હતો. ત્યાં હાજર લોકોએ ચિરાગને સંભાળ્યો હતો. આ પહેલા દીધા ઘાટ પર અંતિમ વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં સમર્થકો હાજર રહ્યાં હતા. આ તકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ દીધા ઘાટ પહોંચીને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
દીધા ઘાટ પર રાજકીય સન્માનની સાથે કેન્દ્રીય મંત્રીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. અહીં સીએમ નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ હાજર રહ્યા હતા. બધા નેતાઓએ પાર્થિવ શરીર પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
Bihar: LJP chief Chirag Paswan performs last rites of Union Minister Ram Vilas Paswan in Patna. pic.twitter.com/ACWH35yWvX
— ANI (@ANI) October 10, 2020
મહત્વનું છે કે ગુરૂવારે સાંજે લાંબી બીમારી બાદ રામ વિલાસ પાસવાનનું નિધન થઈ ગયુ હતુ. 74 વર્ષીય રામવિલાસ પાસવાન ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના પાર્થિવ શરીરને શુક્રવારે સાંજે દિલ્હીથી પટના લાવવામાં આવ્યું હતું. એરપોર્ટ પર રામવિલાસ પાસવાનના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા.
#WATCH Bihar: Last rites ceremony of Ram Vilas Paswan being performed by his son Chirag Paswan, at Digha ghat in Patna.
Bihar CM Nitish Kumar, Union Ministers Ravi Shankar Prasad & Nityanand Rai, Deputy CM Shushil Modi & RJD leader Tejashwi Yadav also present. pic.twitter.com/jk0Mu12sC3
— ANI (@ANI) October 10, 2020
આ પહેલા રામવિલાસ પાસવાનના પાર્થિવ શરીરને પટના સ્થિત લોક જનશક્તિ પાર્ટીના ઓફિસમાં રાખવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે