રામ મંદિરના કોષાધ્યક્ષનું નિવેદન- '70 વર્ષથી ખુશ નહોતી ભારત માતા, 2014માં થોડું હસવાનું શરૂ કર્યું'

અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ગોવિંદ દેવગિરી મહારાજએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.

રામ મંદિરના કોષાધ્યક્ષનું નિવેદન- '70 વર્ષથી ખુશ નહોતી ભારત માતા, 2014માં થોડું હસવાનું શરૂ કર્યું'

નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ગોવિંદ દેવગિરી મહારાજએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે ભારત માતા 70 વર્ષથી ખુશ નહોતી, 2014 પછી તેણે થોડું થોડું હસવાનું શરૂ કર્યું છે.

પુણેમાં શુક્રવારે, સમગ્ર વંદે માતરમ ગ્રંથ પ્રકાશન સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા ગોવિંદ દેવગિરી મહારાજે જણાવ્યું હતું કે, વંદેમાતરમાં જે અનેકો વિશ્વેષણો કહેવામાં આવ્યા છે, તે આજે લાગુ પડતા નથી. શું ભારત માતા સુહાસિની છે, શું તે આજે મધુર હાસ્ય કરી રહી છે? તે હસતી નથી, રડી રહી છે. આના પર આપણે વિચારવું જોઈએ કે તેનું દરેક વિશેષણ સાચું હોવું જોઈએ. આજે ભારત માતા અનેક રીતે પોકારી રહી છે. મને લાગે છે કે તે 70 વર્ષથી રડતી હતી અને 2014માં તેણે થોડું હસવાનું શરૂ કર્યું.

વારાણસીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- 'હું ગુજરાતી છું, પણ વધુ પ્રેમ હિન્દીને કરું છું'

ગોવિંદ દેવગીરી મહારાજે કહ્યું- "આપણી પરંપરાઓમાં જુઠ્ઠું લાવીને, આપણા ઈતિહાસ-ભૂગોળને મરોળીને, આપણા તીર્થસ્થાનોને નકારીને, ભગવાન રામને કાલ્પનિક કહીને, રામ સેતુ કોઈએ બંધાવ્યો જ નહોતો એવું કહીને અને તેનું સોગંદનામું આપીને આપણી સરકારોએ જે પાપ કર્યું તે તમારા પાપ આપણા કપાળ ઉપર પણ આજે પણ લાગેલું છે.

ગોવિંદ દેવગીરી મહારાજ ખુબ જ ક્રોધિત સ્વભાવમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, "જે ઈતિહાસમાં મુઘલ મહાન ગણવામાં આવ્યા, છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ માટે માત્ર પાંચ લીટીઓ લખવામાં આવે, અને મહારાણા પ્રતાપને તો દૂર ફેંકી દેવામાં આવ્યા, તો પછી શું તે ઈતિહાસ આપણો ઈતિહાસ છે? આ ઈતિહાસ અમને આજ સુધી શીખવવામાં આવ્યો કારણ કે દિલ્હીની ગાદી પર બેઠેલા તમામ સામ્યવાદીઓએ શિક્ષણનો સંપૂર્ણ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news