રામ મંદિર આંદોલનથી લઇને શ્રી રામના આદર્શો સુધી, વાંચો PM મોદીના સંબોધનની 10 મોટી વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારના શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ કર્યા બાદ કહ્યું કે, રામ મંદિર રાષ્ટ્રિય એકતા અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક છે. તથા તેનાથી સમગ્ર અયોધ્યા ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં સુધારો થશે. તેમણે કહ્યું કે, જે પ્રકારે સ્વતંત્રતા દિવસ લાખો બલિદાનો અને સ્વતંત્રતાની ભાવનાનું પ્રતિક છે. તે જ પ્રકારે રામ મંદિરનું નિર્માણ ઘણી પેઢિઓના અખંડ તપ, ત્યાગ અને સંકલ્પનું પ્રતિક છે.
રામ મંદિર આંદોલનથી લઇને શ્રી રામના આદર્શો સુધી, વાંચો PM મોદીના સંબોધનની 10 મોટી વાતો

અયોધ્યા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારના શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ કર્યા બાદ કહ્યું કે, રામ મંદિર રાષ્ટ્રિય એકતા અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક છે. તથા તેનાથી સમગ્ર અયોધ્યા ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં સુધારો થશે. તેમણે કહ્યું કે, જે પ્રકારે સ્વતંત્રતા દિવસ લાખો બલિદાનો અને સ્વતંત્રતાની ભાવનાનું પ્રતિક છે. તે જ પ્રકારે રામ મંદિરનું નિર્માણ ઘણી પેઢિઓના અખંડ તપ, ત્યાગ અને સંકલ્પનું પ્રતિક છે.

વાંચો પીએમ મોદીના સંબોધનની 10 મોટી વાતો:- 

  1. વર્ષોથી ટેન્ટની નિચે રહેતા આપણા રામલલા માટે હવે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને ફરી ઉભા થવું, વર્ષોથી ચાલી રહેલા આ વ્યતિક્રમથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઇ ગઇ છે.
  2. 15 ઓગસ્ટનો દિવસ લાખો બલિદાનોનું પ્રતિક છે. સ્વતંત્રતાની ભાવનાનું પ્રતિક છે. તે જ રીતે રામ મંદિર માટે ઘણા વર્ષો સુધી ઘણી પેઢિઓએ સતત પ્રયાસ કર્યો અને આજનો દિવસ તેમના તપ, ત્યાગ અને સંકલ્પનું પ્રતિક છે.
  3. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ પણ હતું, તર્પણ પણ હતું, સંઘર્ષ પણ હતો, સંકલ્પ પણ હતો. તેમના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. જેમની તપસ્યા રામ મંદિરમાં પાયા તરીકે જોડાયેલી છે, આજે હું તે તમામ 130 કરોડ દેશવાસીઓની તરફથી નમન કરું છું.
  4. રામનું મંદિર ભારતીય સંસ્કૃતિનું આધુનિક પ્રતિક બનશે, આપણી શાશ્વત આસ્થાનું પ્રતિક બનશે, રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બનેશે, તેમણે કહ્યું કે, આ મંદિર કરોડો લોકોની સામૂહિક શક્તિનું પણ પ્રતિક બનશે.
  5. ભગવાન રામની અદ્ભુત શક્તિ જુઓ. ઇમારત નષ્ટ કરી દેવામાં આવી, અસ્તિત્વ નષ્ટ કરવાનો પ્રયાસ પણ ઘણો થયો, પરંતુ રામ આજ પણ આપણા મનમાં વસે છે. આપણી સંસ્કૃતિનો આધાર છે. શ્રીરામ ભારતની મર્યાદા છે, શ્રીરામ મર્યાદા પુરૂષોત્તમ છે.
  6. રામ આપણા મનમાં વસેલા છે. આપણી અંદર ભળી ગયા છે. કોઇ કામ કરવું હોય, તો પ્રેરણા માટે આપણે ભગવાન રામ તરફ જોઇએ છે.
  7. આજનો આ દિવસ કરોડો રામ ભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે. આજનો આ દિવસ સત્ય, અહિંસા, આસ્થા અને બલિદાનના ન્યાયપ્રિય ભારતની એક અનોખી ભેટ છે.
  8. આજે ભૂમિ પૂજનનો કાર્યક્રમ તેમની મર્યાદાઓની વચ્ચે થઇ રહ્યો છે. શ્રીરામના કામમાં મર્યાદનું જેવું ઉદાહરણ પ્રસ્તુત કરવું જોઇએ. તેવું જ ઉદાહરણ દેશે રજૂ કર્યું છે. આ ઉદાહરણ ત્યારે પણ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે સુપ્રીમ કોર્ટે તેમનો નિર્ણય સંભળાવ્યો હતો. 
  9. દેશભરના ધર્મો અને મંદિરોથી આવેલી માટી અને નદીઓનું પાણી, ત્યાંના લોકો, ત્યાની સંસ્કૃતિ અને ત્યાંની ભાવનાઓ, આજે અહીંયાની શક્તિ બની ગઇ છે. ખરેખર તે ભૂત ન તો ભવિષ્ય છે.
  10. શ્રીરામચંદ્રના તેજમાં સૂર્યની સમાન, ક્ષમામાં પૃથ્વીની સમકક્ષ, વૃદ્ધિમાં ગુરુ જેવું અને ખ્યાતિમાં ઇન્દ્ર જેવા માનવામાં આવે છે. કેન્દ્ર બિંદુ કે જ્યાં શ્રીરામનું પાત્ર સૌથી વધુ ફરે છે તે છે સત્યને વળગી રહેવું. તેથી જ શ્રી રામ પૂર્ણ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news