મુગલ સેના સામે હાથમાં માત્ર બે પથ્થર લઈ ઉભા હતા મહારાજ, કઈ રીતે પ્રગટ થયા હનુમાનજી?

રક્ષાબંધનના દિવસ જ ખેલાયું હતું મોટું યુદ્ધ! જેમાં સાધુ-સંતોએ મુગલોને બતાવ્યા હતા દિવસે તારા. વિનાશક યુદ્ધમાં 2 દિવસમાં જ ઊભી પૂછડીએ ભાગી હતી મુગલ સેના....જાણો રસપ્રદ કહાની

મુગલ સેના સામે હાથમાં માત્ર બે પથ્થર લઈ ઉભા હતા મહારાજ, કઈ રીતે પ્રગટ થયા હનુમાનજી?

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજસ્થાનના સીકર જિલ્લામાં રક્ષા સાથે જોડાયેલો એક મોટો રણસંગ્રામ ખેલાયો હતો. જેમાં સામાન્ય લોકોની રક્ષા માટે ભગવાધારી સાધુ-સંતો એક મોટી સેના સામે બાથ ભિડાવી હતી. આ યુદ્ધમાં સાધુ-સંતોએ મુગલોને ઉભી પૂછડીએ ભગાડ્યા હતા. લગભગ 240થી વધુ વર્ષ પહેલા સાધુ-સંતોએ શ્રાવણ પૂર્ણિમાના દિવસે 52 હજાર મુગલ સૈનિકોને ભગાડ્યા હતા. આ યુદ્ધ ખેતરોમાં લડાયું હતું જેના કારણે આજે પણ ખેતર યુદ્ધના નામથી પ્રસિદ્ધ છે. હાલ આ સ્થળે એક નવું ગામનું નિર્માણ થયું છે. 

243 વર્ષ પહેલા મુગલોએ કરી હતી ચડાઈ-
ઈતિહાસકાર મહાવીર પુરોહિતના પુસ્તક હિસ્ટ્રી ઓફ સીકર મુજબ, આ યુદ્ધ સંવત 1836 એટલે કે 1779માં ખેલાયું હતું. જેમાં દિલ્હીની મુગલ સલ્તનતના સિપહસાલાર મુર્તઝા ભડેંચ અલીનું વિશાળ લશ્કર સીકરના શ્રીમાધોપુરના થોઈ શહેરને લૂંટીને આગળ વધી રહ્યું હતું. મુગલોના આ લશ્કરમાં ગોળીબાર કરતી આર્ટિલરી, હજારો ઘોડેસવાર અને ઊંટ સવાર સૈનિકો ગામોના ગામો તબાહ કરી રહ્યાં હતાં.  આ લશ્કર ખાટુ પાસે ભડેચ પહોંચ્યું ત્યારે દાદુપંથી મંગળદાસ મહારાજ અહીં ચાતુર્માસ કરી રહ્યા હતા. જેમની મુર્તઝા ખાન સાથે ટક્કર થઈ. જેમનો સાથ આપવા માટે શેખાવતીના ઋષિઓ, સીકરના રાજા દેવી સિંહ, દાંતા, બાઈ, દીવાસ, શ્યામગઢ અને ઝુનઝુનુવાટીના સરદારો, ડુંગરીના ચુંદાવતસિંહ નાથાવત તથા ખુડના બખ્તાવર સિંહે પણ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. જેમાં મુઘલ સેનાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

મુગલોની સેના અજમેર તરફ ભાગી હતી-
મહાવીર પુરોહિતના પુસ્તક પ્રમાણે બે દિવસ સુધી ચાલેલા ભીષણ યુદ્ધમાં સાધુ-સંતોની સેનાએ મુઘલ સેનાને ચાર માઈલ પાછળ ધકેલી દીધી હતી. જેના કારણે મુગલોની સેના અજમેર તરફ ઉભી પૂછડીએ ભાગી હતી. યુદ્ધમાં બંને બાજુના હજારો સૈનિકો માર્યા ગયા. જેમાં સાધુ સંતોની સેનાના નાયક દેવી સિંહ, અર્જુન, ભીમ, કાયસ્થ સહિત અનેક શૂરવીર વીરગતિને પામ્યા હતા.

બે પથ્થર લઈને પહોંચ્યા મહંત, હનુમાનજી થયા પ્રગટ!
આ યુદ્ધને લઈને ગામમાં એક એવી દંતકથા છે કે મુઘલોની સેનામાં 52 હજાર સૈનિકો હતા. જેમની સામે મંગળદાસ મહારાજ બે પથ્થર લઈને પહોંચ્યા હતા. આ પથ્થરની પૂજા કરવાથી દક્ષિણ મુખી હનુમાનજી અને મા દુર્ગા સ્વયં પ્રગટ થયા હતા. જેના બળ પર જ આ યુદ્ધ જીતી શકાયું હતું. આજે પણ ખેતરમાં દક્ષિણમુખી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news