ફરી મોટા આંદોલનના અણસાર! સીલ થશે બોર્ડર, બંધક બનશે દિલ્હી? રાકેશ ટિકૈતે આપ્યો એવો જવાબ કે...
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા સાથે, ખેડૂતોએ સરકાર પાસેથી મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ના કાયદા સહિત ઘણી માંગણીઓ કરી હતી. તાજેતરમાં પુરી થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બધુ ભૂલી ગઈ છે પરંતુ ખેડૂતો પોતાને આપેલા વચનો ભુલ્યા નથી.
Trending Photos
નવી દિલ્હ: ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી એકવાર ખેડૂત આંદોલનના એંધાણ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે ખેડૂતો આંદોલન માટે ફરી એકવાર તૈયાર રહે. તેમણે એવું પણ જણાવ્યું કે, સરકારે એમએસપી પર ગેરંટી કાયદો સહિત અન્ય મુદ્દા પર કરેલો વાયદો તોડી નાંખ્યો છે. એટલા માટે દેશભરના ખેડૂતોએ ભેગા થઈને ફરીથી આંદોલન કરવું પડશે.
આંદોલનની તારીખ નક્કી નથી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત રિપોર્ટના મતે ટિકૈતે જણાવ્યું છે કે, અત્યારે અમે આંદોલનની કોઈ તારીખ નક્કી કરી છે પરંતુ ખુબ જ જલ્દીથી તેને શરૂ કરવા માટે પુરી રીતે તૈયાર છીએ. ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા સાથે, ખેડૂતોએ સરકાર પાસેથી મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ના કાયદા સહિત ઘણી માંગણીઓ કરી હતી. તાજેતરમાં પુરી થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બધુ ભૂલી ગઈ છે પરંતુ ખેડૂતો પોતાને આપેલા વચનો ભુલ્યા નથી. વાજબી ભાવે વીજળી, સિંચાઈ અને પાક માટે એમએસપી જેવા મુદ્દાઓ પર સરકાર દ્વારા હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નથી.
કાર્યકર્તાઓની બેઠક
જ્યારે મુઝફ્ફરનગરમાં મહાવીર ચૌક સ્થિત કાર્યાલય પર કાર્યકર્તાઓની બેઠકમાં કિસાન યૂનિયનના પ્રદેશ અધ્યક્ષ રાજવીર સિંહ જાદૌને જણાવ્યું છે કે, કાર્યકરો ભેગા થઈ જાવ. સરકાર વિરુદ્ધ ફરીથી લાંબો સંઘર્ષ કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે