અમર સિંહે કહ્યું- આ કેસના કારણથી મોદીને સાધવામાં લાગ્યા છે મુલાયમ સિંહ

મુલાયમ સિંહ યાદવે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ બને. તેમની આ વાત પર પીએમ મોદી પણ હસતા નજર આવ્યા હતા.

અમર સિંહે કહ્યું- આ કેસના કારણથી મોદીને સાધવામાં લાગ્યા છે મુલાયમ સિંહ

નવી દિલ્હી: લોકસભામાં મુલાયમ સિંહ યાદવે આપેલા ભાષણ પર અમસ સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મુલાયમ સિંહે માત્ર એક કન્ફ્યૂઝન ઉભૂ કરવા માટે નિવેદન આપ્યું છે. જેનાથી ચંદ્રકલા અને રમા રમણને કેસમાંથી બચાવી શકાય. તેમણે કહ્યું કે બંને અધિકારીઓએ મુલાયમ અને માયાવતીની સરકારોમાં નોઇડાને લૂંટ્યુ છે. એવામાં મુલાયમ તેમના નિવેદનથી માત્ર એ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ન્યૂટ્રલ બન્યા રહે અને કોઇ એક્શન ના લે.

જણાવી દઇએ કે મુલાયમ સિંહ યાદવે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ બને. તેમની આ વાત પર પીએમ મોદી પણ હસતા નજર આવ્યા હતા. ત્યારે, ભાજપના અન્ય સંસદ સદસ્યોએ તાલીઓ પાડી હતી. તે દરમિયાન સોનિયા ગાંધી પણ હસ્તા જોવા મળ્યા હતા. મુલાયમે છેલ્લા સત્રમાં બોલતા કહ્યું કે, ‘પીએમ મોદીએ હમેશાં મારી મદદ કરી છે.’ મુલાયમે કહ્યું કે પીએમ મોદીને શુભેચ્છાઓ આપવા માગુ છું કે તેમણે બધાને સાથે લઇને ચાલવાનો પ્રયત્ન કર્યો છે. હું કહેવા ઇચ્છુ છું કે, દરેક સદસ્ય ફરીથી જીતીને આવે અમે તમને ફરી પ્રધાનમંત્રી બનાવે.

2008 બેંચની આઇએએસ અધિકારી ચંદ્રકલા ઉત્તર પ્રદેશમાં કથિત ગેરકાયદે ખનન મની લોન્ડ્રિંગ મામલે ઇડી તપાસ કરી રહી છે. ઇડીએ આ મામલે પૂછપરછ માટે ચંદ્રકલા અને સમાજવાદી પાર્ટીના નેતા રમેશ કુમાર મિશ્રા અને અન્યને સમન્સ જાહેર કર્યો હતો. મિશ્રાની 28 જાન્યુઆરી તપાસ કરવામાં આવી હતી. ઇડી હવે આ મામલે મની લોન્ડ્રીંગ કેસની તપાસ કરી રહ્યું છે અને આ મામલે આરોપીઓએ લાંચના રૂપમાં કથિત રીતે પ્રાપ્ત ગેરકાયદે નાણાને કાયદેસર તો નથી બનાવ્યા. ડાયરેક્ટોરેટ જપ્ત કરેલી અસ્થાયી મિલકતના સંબંધમાં આરોપીની પણ તપાસ કરશે, જે મની લૉન્ડરિંગ એક્ટના નિવારણ હેઠળ નોંધવામાં આવી શકે છે.

14 સ્થાન પર પાડ્યા દરોડા
સીબીઆઇએ આ મહિનાની શરૂઆતમાં 11 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાના મામલે 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 2012-16 દરમિયાન હમીરપૂર જિલ્લામાં ગેરકાયદે ખનનની તપાસ મામલે પાડવામાં આવ્યા હતા. જે લોકોની સામે સીબીઆઇ એફઆઇઆર દાખલ કરી છે તેમાં ચંદ્રકલા, મિશ્રા અને સંજીવ દીક્ષિત સામેલ છે. સીબીઆઇએ એફઆઇઆરમાં કહ્યું હતું કે, તપાસ દરમિયાન રાજ્યના તત્કાલીન ખનન મંત્રીઓની ભૂમિકા પણ તપાસવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news