પરમાણુ બોમ્બના ઉપયોગ પર રક્ષા મંત્રીએ આપ્યું મોટું નિવેદન, પાકિસ્તાનને લાગશે ઝટકો

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન  ખાન તરફથી સતત ઉશ્કેરણીજનક નિવેદનો આવ્યા કરે છે જેના પર ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશને ઈશારા ઈશારામાં કડક ચેતવણી આપી દીધી છે. રાજનાથ સિંહે કહ્યું કે 'નો ફર્સ્ટ યૂઝ' ભારતની પરમાણુ નીતિ છે, પરંતુ ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. 

પરમાણુ બોમ્બના ઉપયોગ પર રક્ષા મંત્રીએ આપ્યું મોટું નિવેદન, પાકિસ્તાનને લાગશે ઝટકો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન  ખાન તરફથી સતત ઉશ્કેરણીજનક નિવેદનો આવ્યા કરે છે જેના પર ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશને ઈશારા ઈશારામાં કડક ચેતવણી આપી દીધી છે. રાજનાથ સિંહે કહ્યું કે 'નો ફર્સ્ટ યૂઝ' ભારતની પરમાણુ નીતિ છે, પરંતુ ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. 

અત્રે જણાવવાનું કે આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિ છે. વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે પોખરણ પહોંચ્યા હતાં. આ અવસરે રક્ષા મંત્રીએ કહ્યું કે 'ભારત એક જવાબદાર પરમાણુ રાષ્ટ્રનો દરજ્જો ધરાવે છે અને દરેક નાગરિક માટે તે રાષ્ટ્રીય ગૌરવ છે. આ ગૌરવ આપણને અટલજીના કારણે મળ્યું છે અને દેશવાસી હંમશા તે બદલ તેમના ઋણી છે.' 

વાજપેયીના સાહસિક નિર્ણયને કર્યો યાદ
નોંધનીય છે કે મે 1998માં પોખરણમાં દુનિયાના અનેક દેશોના વિરોધ છતાં ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું હતું. તે સમયે અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતાં. શુક્રવારે રાજનાથ સિંહ ઈન્ટરનેશનલ આર્મી સ્કાઉટ માસ્ટર્સ સ્પર્ધાના સમાપન સમારોહમાં ભાગ લેવા માટ જૈસલમેર પહોંચ્યા હતાં. સમારોહ બાદ રક્ષા મંત્રી પોખરણ ગયા અને ત્યાં તેમણે પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી તથા પરમાણુ પરિક્ષણના તેમના સાહસિક નિર્ણયને યાદ કર્યો. 

— ANI (@ANI) August 16, 2019

પરમાણુ નીતિ પર રજુ કરી વાત
આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે 'આ એક સંયોગની વાત છે કે આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પહેલી પુણ્યતિથિ છે અને હું જેસલમેરમાં છું. આવામાં મને લાગ્યું કે મારે તેમને પોખરણની ધરતીથી જ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ.' તેમણે મીડિયા સાથે વાત કરતી વખતે ભારતની પરમાણુ નીતિને પણ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે 'હાલ 'નો ફર્સ્ટ યૂઝ' અમારી ન્યૂક્લિયર પોલીસી છે પરંતુ તે પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે કે આગળ નીતિમાં ફેરફાર આવશે કે નહીં.' 

જુઓ LIVE TV

શું છે નો ફર્સ્ટ યૂઝ નીતિ
ન્યૂક્લિયર હથિયારને લઈને ભારતની નીતિ 'નો ફર્સ્ટ યૂઝ'ની છે. આ નીતિ મુજબ ભારત કોઈ પણ દેશ પર પરમાણુ હુમલો ત્યાં સુધી નહી કરે જ્યાં સુધી તે દેશ ભારત ઉપર હુમલો ન કરે. ભારતે 1998માં બીજા પરમાણુ પરિક્ષણ બાદ આ સિદ્ધાંત અપનાવ્યો હતો. ઓગસ્ટ 1999માં ભારત સરકારે સિદ્ધાંતનો એક ડ્રાફ્ટ બહાર પાડ્યો જેમાં કહેવાયું કે પરમાણુ હથિયારો માટે ભારત ફક્ત પ્રતિશોધની નીતિ અપનાવશે. દસ્તાવેજોમાં એમ પણ કહેવાયું છે કે ભારત ક્યારેય પોતે પહેલ કરશે નહીં પરંતુ જો કોઈ કરશે તો પછી પ્રતિશોધ સાથે પ્રતિક્રિયા આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news