1962ના યુદ્ધ પર બોલ્યા રાજનાથ સિંહ, પંડિત નેહરૂની આલોચના ન કરી શકુ....
કારગિલ વિજય દિવસ પહેલા જમ્મુ પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, 1962ના યુદ્ધમાં જે નુકસાન થયું તેની ભરપાઈ આજ સુધી થઈ નથી. તેમણે કહ્યું કે કોઈની નીતિ ખોટી હોઈ શકે છે નીયત નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારે કારગિલ વિજય દિવસ પહેલા જમ્મુ પહોંચ્યા હતા. આ તકે તેમણે જવાનોની શહીદીને યાદ કરી જેણે 1999ના યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. શહીદોના પરિવારોને સંબોધિત કરતા રક્ષામંત્રીએ કહ્યુ- હું તે બધા જવાનોને યાદ કરુ છું, જેણે દેશની સેવામાં પોતાનો જીવ કુરબાન કરી દીધો. આપણી સેનાના જવાનોએ જ્યારે પણ જરૂર પડી છે, પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. હું તે બધા જવાનોને નમન કરૂ છું જેણે 1999ના યુદ્ધમાં પોતાનું બલિદાન આપ્યું હતું.
જવાહરલાલ નેહરૂને લઈને શું કહ્યું?
આ કાર્યક્રમમાં બોલતા રક્ષા મંત્રીએ દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂનો ઉલ્લેખ કર્યો. 1662ના યુદ્ધની વાત કરતા રાજનાથ સિંહે કહ્યુ- 1962માં ચીને લદ્દાખમાં આપણી જમીન પર કબજો કરી લીધો. તે સમયે પંડિત જવાહરલાલ નેહરૂ પ્રધાનમંત્રી હતા. તેમની નીયત પર સવાલ ન ઉઠાવી શકાય. કોઈ પ્રધાનમંત્રીની નીયતમાં ખોટ ન હોઈ શકે પરંતુ આ વાત નીતિઓ પર લાગૂ થતી નથી. પરંતુ હવે ભારત દુનિયાના શક્તિશાળી દેશોમાં છે.
J&K | In 1962 China captured our area in Ladakh, with Pandit Nehru as our PM. I will not question his intentions. Intentions can be good but the same does not apply to policies. However, today's India is one of the most powerful countries in the world: Defence Min Rajnath Singh pic.twitter.com/bpuUFFMVzv
— ANI (@ANI) July 24, 2022
પીઓકેને લઈને પણ બોલ્યા રક્ષામંત્રી
રક્ષામંત્રીએ કહ્યું કે રક્ષા ક્ષેત્રમાં આજે ભારત આત્મનિર્ભર થઈ રહ્યું છે. ભારત જ્યારે બેલો છે તો દુનિયા સાંભળે છે. તેમણે કહ્યું 1962માં આપણે લોકોને જે નુકસાન થયું તેનાથી પરિચિત છીએ. તે નુકસાનની ભરપાઈ આજ સુધી થઈ શકી નથી. પરંતુ હવે દેશ મજબૂત છે. તેમણે પીઓકેને લઈને પણ કહ્યું કે, ભારતની સંસદમાં તેને લઈને પ્રસ્તાવ પાસ થયો હતો. તે ક્ષેત્ર ભારતનું છે અને ભારતનું રહેશે. તેવું ન થઈ શકે કે બાબા અમરનાથ આપણે ત્યાં હોય અને માં શારદા સરહદની પેલે પાર હોય.
નોંધનીય છે કે રક્ષા મંત્રી શારદા પીઠની વાત કરી રહ્યાં હતા જે દેવી સરસ્વતીનું મંદિર છે. આ પીઓકેમાં મુઝફ્ફરાબાદથી 150 કિલોમીટર દૂર નીલમ ઘાટીમાં સ્થિત છે. કાશ્મીરી પંડિતો માટે આ સ્થાનનું ખુબ મહત્વ છે. કાશ્મીરી પંડિતોની માંગ છે કે કરતારપુરની જેમ અહીં પણ કોરિડોર બનાવવામાં આવે, જેથી તે શારદા પીઠના દર્શન કરી શકે.
નોંધનીય છે કે ભારતીય સેના આ વખતે 23મો કારગિલ દિવસ મનાવી રહી છે. 26 જુલાઈએ આ દિવસ મનાવવામાં આવે છે અને શહીદોને યાદ કરવામાં આવે છે. કારગિલ વોર મેમોરિયલ પર ત્રણ દિવસના કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે. આ તકે દેશભરમાં પણ ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે