Zee Exclusive : ભારતનું મસ્તક કોઇ પણ સ્થિતીમાં ઝુકવા નહી દઇએ, મળશે મુંહતોડ જવાબ
Trending Photos
નવી દિલ્હી : લદ્દાખમાં LAC પર ચાલી રહેલ ભારત-ચીન સીમા વિવાદ (India-China Border Dispute) અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે (Rajnath Singh) Zee News ની સાથે એક્સક્લુસિવ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ ભારતનું સર કોઇ પણ સ્થિતીમાં ઝુકવા નહી આપે. રાજનાથ સિંહે સૌથી પોપ્યુલર પ્રાઇમ ટાઇમ શો DNA માં Zee News નાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાથે મુક્ત મને વાત કરી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત અને ચીનની વચ્ચે પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ થતી રહી છે. આ સમયે પણ બંન્ને તરફથી ફોર્સ છે પરંતુ ભારત અને ચીન વચ્ચે મિલિટ્રી લેવલ પર વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યુ કે, અમે કોઇ પણ સ્થિતીમાં ભારતનું મસ્તક કોઇ પણ સ્થિતીમાં ઝુકવા નહી દઇએ. વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં અમે આ મુદ્દાનો ઉકેલ લાવીશું.
તેમણે કહ્યું કે, અમે ન તો કોઇ દેશને ઝુકાવવા માંગીએ છીએ અને ન તો પોતાનાં દેશમાં ઝુકવા નહી દઇએ. ચીન અને ભારતની વચ્ચે ચાલી રહેલા ગતિરોધને ઉકેલવા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, હું દેશવાસીઓને વિશ્વાસમાં લેવા માંગુ છું કે અમે ભારતનું મસ્તક ક્યારે પણ ઝુકવા નહી દઇએ.
નેપાળનાં નક્શા વિવાદ અંગે રાજનાથ સિંહે કહ્યું કે, નેપાળની સાથે ભાવનાત્મક સંબંધો રહ્યા છે. અમે ક્યારે પણ નથી ઇચ્છતા કે સંબધોમાં ખટાશ આવે. અમે આ મુદ્દે વાતચીતથી ઉકેલ લાવીશ. નેપાળ ભારતનો ભાઇ છે. પુછવામાં આવતા કે નેપાળને ચીન ઉશ્કેરી રહ્યું છે. તે અંગે તેમણે કહ્યું કે, હું અહીં કોઇ પર આરોપ નથી લગાવી રહ્યો પરંતુ એવું બની શકે છે. ચીન ભારતનો ભાઇ છે અને અમે તેની સાથે વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવીશું.
મોદી સરકાર 2.0 નાં એક વર્ષ પુર્ણ થવા અંગે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, મને વડાપ્રધાન મોદીએ જે કાંઇ પણ જવાબદારી સોંપી હું તેને સંપુર્ણ મહેનત સાથે પુર્ણ કરી રહ્યો છું. આત્મનિર્ભર ભારત અંગે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીને આથ્મનિર્ભર બનાવવા માંગે છે. વડાપ્રધાન મોદીનું સપનું છે કે, ભારત અન્ય દેશોથી ઇમ્પોર્ટ ન કરે પરંતુ એક્સપોર્ટ કરે. તેમણે કહ્યું કે, ભારત આત્મનિર્ભરતાની રાહ પર ચાલવા લાગ્યું છે. તેમાં થોડો સમય લાગી શકે છે પરંતુ તે થઇને રહેશે.
કોરોના વાયરસ બાદ લોકોનાં જીવન સંપુર્ણ રીતે બદલાઇ જશે, પહેલા જેવું કાઇ જ નહી રહે. શું રાજનીતિ પર પણ તેની અસર પડશે તે પુછવામાં આવતા રાજનાથ સિંહે કહ્યું કે, હવે વર્ચ્યુઅલ રેલિઓ થશે. અમે 8 જૂન મોદી સરકાર 2.0નાં એક વર્ષ પુર્ણ થવા અંગે મહારાષ્ટ્રમાં એક વર્ચ્યુઅલ રેલી કરીશ. આગામી સમયમાં વર્ચ્યુઅલ રેલીઓ જ થશે.
પીઓકેમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ભારતની સંસદે પીઓકેને ભારતનો હિસ્સો જણાવાય છે. સંસદનો આ સંકલ્પ છે કે, અમે પીઓકે લઇને રહીશું અને અમે તેને પુરૂ કરવાનું છે. શું ભારત 2024 પહેલા પીઓકેને પાકિસ્તાનથી માંડીને રહેશે. આ સવાલ પર સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, તે અમારીનો સંકલ્પ છે. જો કે તેમણે સ્પષ્ટ રીતે કંઇ કહેવાનો ઇન્કાર કર્યો પરંતુ ઇશારાઓમાં કહ્યું કે, અમે પીઓકેને પાકિસ્તાન પાસેથી પરત લઇને જ રહીશું.
રફાલ વિમાનની પુજા કરવા અંગે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક આસ્થા હોય છે. મે મારી ધાર્મિક આસ્થા અનુસાર રફાલની પુજા કરી. મે તેમાં ઉડ્યન પણ કરી. આ એક અલગ જ રોમાંચ હોય છે. રાજનાથ સિંહે કહ્યું કે, હું ક્યારે પણ નહી ઇચ્છું કે, દેશમાં વન પાર્ટી રૂલ રહે. તેમણે કહ્યું કે, અલગ અલગ પાર્ટીઓ અલગ જ મહત્વ છે. હેલ્દી ડેમોક્રેસી હોવી ખુબ જ જરૂરી છે. જો કે વડાપ્રધાન મોદીનાં કાર્યકાળમાં ભારત વિશ્વ શક્તિ બનીને રહેશે. કોરોના કાલ આપણા માટે એક મોટો પડકાર છે. જો કે વડાપ્રધાન મોદીએ આ પડકારને એક અવસરનાં સ્વરૂપમાં પરિવર્તિત કરી દીધો છે.
કોરોનામાં જીવન પર શું અસર પડી તેના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે, ઘણું પરિવર્તન આવ્યું છે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છીએ પરંતુ મંત્રાલયનાં કામકાજ પર કોઇ જ અસર નથી પડી. આ કોરોનાની જ અસર છે કે હું સ્ટુડિયોમાં નહી પરંતુ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ટરવ્યું આપી રહ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે