જાણો... શત્રુધ્ન સિન્હના પત્ની પૂનમ સિન્હા દ્વારા લખનઉમાં ચૂંટણી લડવા અંગે શું કહ્યું રાજનાથે?
ઉલ્લેખનીય છે કે, બોલિવૂ઼ડ અભિનેતા શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા મંગળવારે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને તેઓ લખનઉની બેઠક પર ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે
Trending Photos
લખનઉઃ બોલિવૂડ અભિનેતા શત્રુધ્ન સિન્હના પત્ની પૂનમ સિન્હા દ્વારા લખનઉ બેઠક પરથી ચૂંટણી લડવા અંગે રાજનાથે જણાવ્યું કે, "કોઈકે તો ચૂંટણી લડવી જોઈએ. આ જ લોકશાહીની સુંદરતા છે. અમે સંપૂર્ણ મર્યાદા સાથે ચૂંટણી લડીશું. લખનઉની જે 'તહેજીબ' છે, તેને પણ જાળવી રાખીશું."
ઉલ્લેખનીય છે કે, બોલિવૂ઼ડ અભિનેતા શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા મંગળવારે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને તેઓ લખનઉની બેઠક પર ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે.
સપાના નેતા રવિદાસ મેહરોત્રાએ જણાવ્યું કે, પૂનમ સિન્હા ઉત્તરપ્રદેશના મહાગઠબંધનના સંયુક્ત ઉમેદવાર રહેશે. તેઓ 18 એપ્રિલના રોજ નામાંકન પત્ર ભરશે. મેહરોત્રાએ કહ્યું કે, અમે કોંગ્રેસને અપીલ કરીએ છીએ કે તેઓ લખનઉ બેઠક પર પોતાનો ઉમેદવાર ન ઊભો રાખે, જેથી ભાજપને હરાવી શકાય.
રાજનાથે મંગળવારે ભર્યું નામાંકન
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે લોકસભા સીટ માટે નામાંકન પત્ર દાખલ કર્યું હતું. ઉત્તરપ્રદેશ બાજપના અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેય, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાની સાથે રાજનાથ સિંહે લખનઉના કલેક્ટરને પોતાની એફિડેવિટ સોંપી હતી.
નામાંકન પત્ર ભરતા પહેલા રાજનાથસિંહે રોડ શો કર્યો હતો. રોડશો દરમિયાન રાજનાથ સિંહે હઝરત ગંજમાં આવેલા દક્ષિણ મુખી હનુમાન મંદિરે પૂજા-અર્ચના કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે