રાજસ્થાન ચૂંટણી: આ ખાસ ટ્રેન્ડ છે ભાજપની અકળામણનું કારણ, વસુંધરા રાજે કરી શકશે વાપસી?

રાજસ્થાનમાં વસુંધરા રાજે એક ખાસ પ્રકારના ટ્રેન્ડ સામે લડી રહ્યાં છે. આ ટ્રેન્ડ છેલ્લા 20 વર્ષથી નિર્ણાયક છે. જો કે ભાજપે 180 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે પરંતુ જોવાનું રહેશે કે આ મિશન પૂરું થાય છે કે નહીં. 

રાજસ્થાન ચૂંટણી: આ ખાસ ટ્રેન્ડ છે ભાજપની અકળામણનું કારણ, વસુંધરા રાજે કરી શકશે વાપસી?

જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 7 ડિસેમ્બરના રોજ 200 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. રાજસ્થાનમાં વસુંધરા રાજે એક ખાસ પ્રકારના ટ્રેન્ડ સામે લડી રહ્યાં છે. આ ટ્રેન્ડ છેલ્લા 20 વર્ષથી નિર્ણાયક છે. જો કે ભાજપે 180 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે પરંતુ જોવાનું રહેશે કે આ મિશન પૂરું થાય છે કે નહીં. 

1998થી રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. એટલે કે છેલ્લા 20 વર્ષથી રાજસ્થાનમાં કોઈ પણ પક્ષ સતત બે ચૂંટણી જીતી શક્યો નથી. વસુંધરા રાજે સામે પણ આ પરંપરા તોડવી એ મોટો પડકાર છે. 2013ની ચૂંટણીમાં 163 બેઠકો જીત્યા બાદ ભાજપ રાજસ્થાનના ચૂંટણી ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો મેળવનારી પાર્ટી બની હતી. પરંતુ હાલની વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. ફેબ્રુઆરીમાં પાર્ટી અલવર અજમેરની સાથે સાતે મંડલગઢ વિધાનસભા સીટ માટે થયેલી પેટાચૂંટણીમાં હારી હતી અને અને કોંગ્રેસને જીત મળી હતી. 

હાર બાદ ભાજપે જો કે ડેમેજ કન્ટ્રોલનો પ્રયત્ન કર્યો જે અંતર્ગત ભાજપ અધ્યક્ષને બદલવામાં આવ્યાં. ધારાસભ્ય કિરોડીલાલ મીણાને પાર્ટીમાં સામેલ કરાયા. નેશનલ પીપલ્સ પાર્ટીના ધારાસભ્યને પણ પાર્ટીમાં જગ્યા આપવામાં આવી. ત્યારબાદ મીણાને રાજ્યસભા સાંસદ બનાવવામાં આવ્યાં. મીણાનો પૂર્વ રાજસ્થાનમાં ખાસ્સો પ્રભાવ છે. તેમણે 2008માં ભાજપ છોડી દીધુ હતું અને 2013માં એનપીપી ઉમેદવાર તરીકે જીત હાંસલ  કરી હતી. 

પેટાચૂંટણીમાં મળેલી જીતથી ઉત્સાહિત થઈને કોંગ્રેસે 'મેરા બૂથ, મેરા ગાંવ' અભિયાન છેડ્યું છે જેથી કરીને તે પોતાની જિલ્લા શાખાઓને વધુ મજબુત કરી શકે. ભાજપને લાગે છે કે કોંગ્રેસનો આંતરિક કલેહ તેમને ફાયદો કરાવશે. હકીકતમાં રાજસ્થાન કોંગ્રેસ સચિન પાયલટ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત જૂથમાં વહેંચાઈ છે. જો કે  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજસ્થાન પ્રવાસ વખતે રાજ્ય કોંગ્રેસ એકજૂથ જોવા મળી હતી. 

ભાજપની અત્યાર સુધીની તૈયારી
મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આખા પ્રદેશમાં છેલ્લા બે મહિના સુધી રાજસ્થાન ગૌરવ યાત્રા કાઢી. અનેક રેલીઓ અને લોકો સાથે સંવાદ કરીને પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. તેમણે ભામાશાહ, સ્વાસ્થ્ય વીમા યોજના, કૌશલ યોજના, અન્નપૂર્ણા ભંડારાનો ખાસ ઉલ્લેખ પોતાની દરેક રેલીમાં કર્યો. જો કે એ વાત અલગ છે કે જેસલમેરમાં તેમને રાજપૂત સમુદાયના વિરોધનો સામનો કરવો પડ્યો. રાજપૂત સમુદાય ભાજપનો પરંપરાગત વોટર ગણાય છે. પરંતુ ગત વર્ષે આનંદપાલ એન્કાઉન્ટર બાદ ભાજપથી તેઓ નારાજ જોવા મળી રહ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news