Ujjwala Gas Cylinder: નવા વર્ષે આ સરકારે આપી મોટી ભીટ, 450 રૂપિયામાં મળશે ઉજ્જવલા ગેસ સિલિન્ડર
Rajasthan Govt New Year Gift: રાજસ્થાનના લોકોને નવા વર્ષે 2024 પહેલાં દિવસે જ મોટી ભેટ મળી ગઇ છે. અહીં ઉજ્જવલા ગેસ સિલિન્ડર સસ્તો કરી દીધો છે.
Trending Photos
Gas Cylinder Rate In Rajasthan: રાજસ્થાનમાં આજથી ઉજ્જવલા ગેસ સિલિન્ડર (Ujjwala Gas Cylinder) 450 રૂપિયામાં મળશે. રાજસ્થાન સરકારે નવા વર્ષ પર ભેટ (Rajasthan Govt New Year Gift) આપી છે. તમને જણાવી દઈએ કે ભાજપે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ વચન આપ્યું હતું. બીજેપીના સંકલ્પ પત્રમાં અનેક વચનો સાથે કહેવામાં આવ્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં સામેલ તમામ વચનોને મોદીની ગેરંટી તરીકે પ્રમોટ કર્યા હતા. તેને પરિપૂર્ણ કરીને ભાજપે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવ્યું છે.
નવા વર્ષે ભીડમાં જવાનું ટાળો, 7 મહિનામાં પહેલીવાર 1 દિવસમાં 800 ને પાર આંકડો
મારી લો શરત... આખા ગામની ખબર હશે પણ આ ખબર નહી હોય? આટલા સમયમાં બગડી જાય છે પેટ્રોલ
રાજસ્થાનમાં સસ્તા ભાવે ગેસ સિલિન્ડર
તમને જણાવી દઈએ કે 450 રૂપિયામાં સિલિન્ડર વેચવાને કારણે રાજ્ય સરકાર પર 626 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. નોંધનીય છે કે અગાઉની અશોક ગેહલોત સરકારે એપ્રિલ 2023માં ઉજ્જવલા યોજના હેઠળ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કર્યું હતું.
આજથી બંધ થઇ જશે ઇનએક્ટિવ UPI ID's, યૂઝર્સ કરી શકશે નહી એક પણ ટ્રાંજેક્શન
1 જાન્યુઆરીથી આજે બદલાઇ ગયા આ નિયમો, તાત્કાલિક વાંચી લો, નહીંતર પડશે મુશ્કેલીઓ
ગેહલોત સરકારમાં કેટલી હતી સિલિન્ડરની કિંમત?
તમને જણાવી દઈએ કે તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોતે 22 ડિસેમ્બર 2022ના રોજ લોકોને સસ્તા ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું, જે તેમણે એપ્રિલ 2023માં પૂરું પણ કર્યું હતું. હવે ભાજપે તેના ભાવમાં 50 રૂપિયાનો વધુ ઘટાડો કર્યો છે.
જાન્યુઆરીમાં આ 3 રાશિવાળાની નિકળી શકે છે લોટરી, આ ગ્રહોની કૃપાથી થશો માલામાલ
સૌભાગ્યશાળી મહિલાઓમાં આવી હોય છે વિશેષતાઓ, માતા-પિતા, પ્રેમી, પતિ માટે હોય છે લકી
ભાજપ સરકારે પૂરો કર્યો વાયદો
ઉલ્લેખનીય છે કે અગાઉની ગેહલોત સરકારના આ પગલાને રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટું પગલું માનવામાં આવતું હતું. જો કે, ઉજ્જવલા ગેસ સિલિન્ડર સસ્તું કરવાનો ઉપાય શોધીને ભાજપે તેના ઢંઢેરામાં તેને 50 રૂપિયા વધુ સસ્તું કરવાની જાહેરાત કરી હતી, જે આજથી પૂર્ણ થઈ રહી છે.
નાસ્ત્રેદેમસની 2024 માટે ભારત માટે ભવિષ્યવાણી, યુદ્ધથી માંડીને તબાહીની કરી છે આગાહી
ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 માં સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? વાંચી લો
કેટલી મળી રહી છે સબસિડી?
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર હાલમાં ઉજ્જવલા લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપી રહી છે. હવે રાજ્ય સરકારે 156 રૂપિયા વહન કરવા પડશે. હાલમાં, ગેસ કનેક્શન ધરાવતા લગભગ 30 લાખ લોકો નિયમિત રિફિલિંગ કરાવી રહ્યા છે.
'મહિલાને પ્રેગ્નેંટ કરો અને બાળક થશે મળશે 13 લાખ', બિહારમાં 'ગજબ' ની ઓફર
ગન પોઈન્ટ પર વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારાવી આચર્યો ગેંગરેપ, 3 આરોપીની ધરપકડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે