રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: સસ્પેન્સ ખતમ, કોંગ્રેસે 152 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની પસંદગી માટે ગુરુવારના રોજ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. ટિકિટને લઈને જે સસ્પેન્સ ચાલી રહ્યું હતું તે ખતમ થઈ ગયું છે. 

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: સસ્પેન્સ ખતમ, કોંગ્રેસે 152 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

જયપુર: રાજસ્થાન વિધાનસભાની બેઠકો માટે 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. આ માટે કોંગ્રેસની ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ ગઈ છે. આ સૂચમાં કોંગ્રેસે 152 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અત્રે જણાવવાનું કે રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની પસંદગી માટે ગુરુવારના રોજ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. ટિકિટને લઈને જે સસ્પેન્સ ચાલી રહ્યું હતું તે ખતમ થઈ ગયું છે. 

કોંગ્રેસે આ યાદીમાં રાજસ્થાનના લગભગ તમામ મોટા નેતાઓને ટિકિટ આપી છે. મોટા નેતાઓમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ, પૂર્વ સીએમ અશોક ગહલોત, પૂર્વ કેન્દ્રીય મંત્રી સી પી જોશી અને વરિષ્ઠ નેતા રામેશ્વર ડૂડીના નામ સામેલ છે. સરદારપુરાથી વરિષ્ઠ નેતા અશોક ગહલોતને ટિકિટ અપાઈ છે. જ્યારે ટોંક વિધાનસભાથી સચિન પાયલટ ચૂંટણી લડશે. કેકડીથી રઘુ શર્મા, રાજસંદથી નારાયણ સિંહ ભાટી, નાથદ્વારાથી સી પી જોશી ચૂંટણી લડશે. હિંડોનસિટીથી ભરોસીલાલ જાટવ, જોધપુરથી હીરાલાલ, શાહપુરાથી મનીષ યાદવ, લાલસોંઠથી પરસાદીલાલ મીણા, નોંખાથી રામેશ્વર રેડ્ડી, બાનાસૂરથી શકુંતલા રાવતને ટિકિટ મળી છે. 

પીપલદાથી રામનારાયણ મીણા, ચિતૌડગઢથી સુરેન્દ્રસિંહ જાદાવત, પ્રતાપગઢથી રામલાલ મીણાને ટિકિટ અપાઈ છે. અત્રે જણાવવાનું કે ગુરુવારે બપોરથી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક સોનિયા ગાંધીના ઘરે 10 જનપથ પર ચાલી રહી હતી. આ મિટિંગમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અહેમદ પટેલ, અંબિકા સોની, મુકુલ વાસનિક ઉપરાંત CECના લગભગ 20 સભ્યો હાજર રહ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news