રાજસ્થાન: જેસલમેરના આ પેલેસમાં શિફ્ટ થશે કોંગ્રેસ ધારાસભ્ય, કડક સુરક્ષા વ્યવસ્થા
Trending Photos
જેસલમેર: રાજસ્થાન (Rajasthan)ની આશોક ગેહલોત (Ashok Gehlot) સરકાર પર સંકટના વાદળો સતત ઘેરાઇ રહ્યાં છે. ધારાસભ્યોની ખરીદી રોકવા માટે સીએમ અશોક ગેહલોતે તેમના ધારાસભ્યોને છેલ્લા કેટલાક દિવસથી જયપુરની હોટલ ફેરમાઉન્ટમાં રાખ્યા હતા. પરંતુ હવે જાણકારી મળી રહી છે કે, આ ધારાસભ્યો આજે જેસલમેર શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર કોંગ્રેસના ધારાસભ્યો માટે જેસલમેરમાં હોટલ સૂર્યગઢ પેલેસ બુક કરવામાં આવ્યો છે. ધારાસભ્યો આજે કોઇપણ સમયે ત્યાં પહોંચી શકે છે. એવામાં સૂર્યગઢ પેલેસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કલેક્ટર અને SP પણ સૂર્યગઢમાં વ્યવસ્થાઓનું નિરિક્ષણ કરી રહ્યાં છે. ચાર્ટર વિમાનમાં ધારાસભ્યો જેસલમેર પહોંચશે તે જોતા સિવિલ એરપોર્ટ પર ગતિવિધિઓ જોવા મળી રહી છે. કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજસ્થાન્ના રાજકીય ઘટનાક્રમ વચ્ચે રાજ્યપાલ કલરાજ મિશ્રએ Zee Newsના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરી સાથે ખાસ વાતચીત કહ્યું કે મારા પર કોઇનું દબાણ નથી. મારા માટે સંવિધાન સૌથી ઉપર છે. કોંગ્રેસ તરફથી જલદી વિધાનસભા સત્ર બોલાવવાની માંગ દરમિયાન ગત થોડા દિવસો પહેલાં જ્યારે રાજભવનમાં કોંગ્રેસ ધારાસભ્યોએ પ્રદર્શન કર્યું, તેના પર તેમણે કહ્યું કે સંવૈધાનિક પદો પર બેસેલા લોકોનું પ્રદર્શન યોગ્ય નથી.
વિધાનસભા સત્રને જલદી બોલાવવાની કોંગ્રેસની માંગ પર તેમણે કહ્યું કે હું સંવિધાનના અનુરૂપ કામ કર્યું. મેં તેમને પૂછ્યું કે અલ્પ નોટિસની માંગ પર જલદી વિધાનસભા કેમ બોલાવવા માંગે છે? તેમનો એજન્ડા શું છે? પરંતુ મુખ્યમંત્રીએ જ્યારે પત્ર મોકલ્યો તો અમારી અપેક્ષા હતી કે અમારી પાસે જે પ્રસ્તાવ આવશે તેમાં વિશ્વાસ મતની વાત થશે. કારણ નહી જણાવવામાં આવ્યું કે વિધાનસભા સત્ર કેમ બોલાવવામાં આવે. મૂળ જોગવાઇના પરથી હટીને કામ ન કરી શકે. સંવિધાનના અનુરૂપ ઓછામાં ઓછા 21 દિવસની નોટીસ પર સત્ર બોલાવવાની જોગવાઇ છે. એટલા માટે 31 જુલાઇ બાદ 14 ઓગસ્ટને સત્ર બોલાવવા માટે સરકારે આગ્રહ કર્યો તો અમે સ્વિકાર કરી લીધો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે