રાજસ્થાન રાજકીય સંકટઃ ગવર્નરને મળ્યા સીએમ ગેહલોત, કહ્યુ- જલદી બોલાવાશે વિધાનસભા સત્ર, સાબિત કરીશું બહુમત


 રાજસ્થાનની રાજનીતિમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. હવે પ્રદેશનો રાજકીય વિવાદ સુપ્રીમ કોર્ટ (rajasthan political crisis in supreme court) પહોંચી ગયો છે. આ વચ્ચે સીએમે મોડી સાંજે રાજભવન જઈને રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી હતી. 

રાજસ્થાન રાજકીય સંકટઃ ગવર્નરને મળ્યા સીએમ ગેહલોત, કહ્યુ- જલદી બોલાવાશે વિધાનસભા સત્ર, સાબિત કરીશું બહુમત

જયપુરઃ રાજસ્થાનની રાજનીતિમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. હવે પ્રદેશનો રાજકીય વિવાદ સુપ્રીમ કોર્ટ (rajasthan political crisis in supreme court) પહોંચી ગયો છે. આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરૂવારે જાહેરાત કરતા કહ્યું કે, જલદી વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે અને તેમની સરકાર બહુમત સાબિત કરશે. સીએમ ગેહલોતે મીડિયા સાથે વાત કરતા કહ્યુ, વિધાનસભાનું સત્ર જલદી યોજાશે. બહુમત અમારી સાથે છે, બધા કોંગ્રેસ ધારાસભ્યો એક છે. સીએમે મોડી સાંજે રાજભવન જઈને રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી હતી. 

મીડિયા સાથે વાત કરતા સીએમ અશોક ગેહલોતે આશા વ્યક્ત કરી કે જે ધારાસભ્યો અસંતોષને કારણે સચિન પાયલટની સાથે છે તે પણ 
આ સત્રમાં સામેલ થશે. સીએમે સચિન પાયલટ જૂથની તરફ ઇશારો કરતા કહ્યુ કે, તેમના વગર પણ અમારી સાપે બહુમત છે. આ બહુમતના આધાર પર અમે ગૃહમાં જશું અને તેને સાબિત કરીશું. સીએમના આ નિવેદનથી સ્પષ્ટ સંકેત છે કે ગેહલોત સરકાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની તૈયારી કરી રહી છે. 

ભારતનો ચીનને સ્પષ્ટ સંદેશ, LAC પર કોઈ ફેરફાર સ્વીકાર નહીં

અમેરિકામાં એસએફએલને ટેપ મોકલવા તૈયારઃ ગેહલોત
આ પહેલા મીડિયા સાથે વાત કરતા સીએમે રાજ્યના રાજકારણમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર ઘણા સવાલોનો જવાબ આપ્યો હતો. ઓડિયો ટેપ મામલામાં ગેહલોતે કહ્યુ કે, આ ટેપ સાચી છે. જનતા જાણી રહી છે કે ઓડિયા ટેપનું સત્ય. છતાં તેમાં ભાજપને સત્ય નજર ન આવતું હોય તો રાજસ્થાન અને દિલ્હીની એફએસએલ ટીમની જગ્યાએ અમે તેને અમેરિકાની એસએફએલ ટીમની પાસે મોકલવા માટે તૈયાર છીએ, જેથી તેની પ્રામાણિકતા સ્પષ્ટ થઈ જાય. 

ભયંકર મહામારીમાં સરકાર પાડવાનો પ્રયાસ, જનતા માફ નહીં કરે
ગેહલોતે કહ્યુ કે, દેશ અને પ્રદેશમાં કોરોનાનું સંકટ છવાયુ છે. દેશભરના આંકડા જુઓ તો દર બીજી-ત્રીજી સેકેન્ડે કોરોના પોઝિટિવ દર્દી સામે આવી રહ્યાં છે. દેશમાં ભયંકર મહામારી છે, છતાં ભાજપ દેશમાં પ્રદેશોની સરકાર પાડવામાં લાગી છે. પહેલા મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં આપણે જોઈ ચુક્યા છીએ. આ ભયંકર મહામારીના સમયમાં ત્રસ્ત જનતા આવા લોકોને માફ નહીં કરે, જે આમ કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news