રાજસ્થાન: પૂજારીને સળગાવી દેવાયા બાદ મુશ્કેલીમાં ગેહલોત સરકાર, જાણો BJPનો પ્લાન
Trending Photos
જયપુર: રાજસ્થાનના કરૌલી (Karauli)માં પૂજારીને જીવતો સળગાવી દેવાની ઘટના બાદ રાજ્યની ગેહલોત સરકાર (Ashok Gehlot Government) સવાલોમાં ઘેરાઈ છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ મામલા વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ભાજપનું એક પ્રતિનિધિમંડળ આજે કરૌલીમાં પુજારીના પરિવારની મુલાકાત કરશે.
રાહુલ ગાંધીને જવું જોઇએ રાજસ્થાન: પ્રકાશ જાવડેકર
પૂજારી બાબુલાલ વૈષ્ણવને પેટ્રોલ છાંટી સળગાવવાની ઘટના બાદ ભાજપે રાજસ્થાનના કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ કહ્યું હતું કે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ હવે રાજસ્થાન જવું જોઈએ. આ સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. દરમિયાન કરૌલી ધૌલપુરના સાંસદ મનોજ રાજોરિયા (Manoj Rajoria)એ પૂજારીના પરિવારને 50 લાખનું વળતર અને પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવાની માંગ કરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
કારૌલી (Karauli)ના સપોટરા વિસ્તારના બુકણા ગામે મંદિરની જમીન કબજે કરવા માટે કૈલાસ પુત્રો કાડુ મીણા, શંકર, નમો, રામલખાન મીણા વગેરે છાપરા નાખી રહ્યાં હતા. પૂજારી (Temple Priest)એ અપરાધીઓને અતિક્રમણ કરતા અટકાવ્યા તો તેમણે પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. આ આગમાં પૂજારીનું શરીર ઘણી જગ્યાએથી દાઝી ગયું. પરિવારે પૂજારીને પહેલા સપોટરા હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ પરિસ્થિતિ નાજુક જણાતા તેને જયપુર રિફર કરાયો હતો. જયપુરમાં સારવાર દરમિયાન ગુરુવારે સાંજે સાત વાગ્યે પૂજારીનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:- બિલિંગમાં ગરબડી મુદ્દે ઉર્જા મંત્રીના શબ્દોમાં જોવા મળ્યો 'કરંટ', કહ્યું 'અહીં કરો ફરિયાદ'
પોલીસે એક આરોપીને પકડ્યો, 5 ફરાર
પૂજારીના નિવેદન બાદ સપોટરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી, ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ કરી હતી, પરંતુ અન્ય 5 આરોપી હજી ફરાર છે. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક લોકો મંદિરની જમીનમાં કબજો કરી રહ્યા હતા. આ અંગે ઘણા સમયથી વિવાદની સ્થિતિ હતી. આ મામલે ગ્રામજનોએ પંચાયત પણ કરી હતી, જેમાં પંચ પટેલોએ મંદિરની જમીનના કબજો કરનારાઓને અતિક્રમણ ન કરવા અને કબજો હટાવવા કહ્યું હતું, પરંતુ અતિક્રમણ કરનારાઓએ પંચ પટેલોની વાત સાંભળી ન હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે