રાજસ્થાન ભાજપ અધ્યક્ષ મદનલાલ સૈનીનું નિધન, એઇમ્સ લીધા અંતિમ શ્વાસ

રાજસ્થાનમાં મદનલાલ સૈનીની ગણત્રી પાર્ટીમાં નીચલા સ્તરથી પ્રદેશ અધ્યક્ષના પદ સુધી પહોંચનારા એક સ્વચ્છ અને જુઝારૂ રાજનેતા તરીકે થાય છે

રાજસ્થાન ભાજપ અધ્યક્ષ મદનલાલ સૈનીનું નિધન, એઇમ્સ લીધા અંતિમ શ્વાસ

જયપુર : રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનીનું સોમવારે સાંજે નિધન થઇ ગયું. મળતી માહિતી અનુસાર તેઓ છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા. સમાચાર અનુસાર તેમને ફેફસામાં ઇંફેક્શનની ફરિયાદ હતી. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર તેમની તબિયત જ્યારે વધારે બગડી તો તેમનેમાલવીય નગર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને એમ્સમાં દાખલ કરાવવામાં આવ્યા. તેઓ છેલ્લા ત્રણ દિવસથી એમ્સમાં દાખલ હતા. 

અભિનંદનની મુછોને 'રાષ્ટ્રીય મુછ' જાહેર કરવાની કોંગ્રેસની લોકસભામાં માંગ !
મદનલાલ સૈનીનાં નિધન પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે દુખ વ્યક્ત કર્યું છે. અને તેમણે કહ્યું કે, સૈનીજીના નિધન અંગે સાંભળીને ખુબ જ દુખી છું. આ દુખની ઘડીમાં ઇશ્વર તેમનાં પરિવારને શક્તિ આપે. મારી સાંત્વના તેમના પરિવાર સાથે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં મદનલાલ સૈનીની ગણત્રી પાર્ટીમાં નિચલા સ્તરથી પ્રદેશ અધ્યક્ષ પદ સુધી પહોંચનારા એક સ્વચ્છ અને જુઝારુ રાજનેતા તરીકે થાય છે. રાજનીતિ સાથે દોડાયેલા લોકોનું કહેવું છે કે મદનલાલ સૈનીને પાર્ટી પ્રત્યે નિષ્ઠા, સાદગી, જમીની પકડનાં કારણે ઓળખવામાં આવે છે. ફોર્ચ્યુનર, સફારી અને લાવલશ્કર સાથે ચાલતા ફોકસ વાલા નેતાઓનાં સમયમાં મદનલલાલ સૈનિ એવા નેતા હતા જે રાજસ્થાન રોડવેઝની બસથી મુસાફરી કરતા હતા. 

— Ashok Gehlot (@ashokgehlot51) June 24, 2019

મદન લાલ સૈની એવા નેતા હતા જે ચોમુ સર્કલથી પગપાળા પ્રદેશ કાર્યાલય સુધી જતા હતા. મદનલાલ સૈની મુળભુથ સીકર જિલ્લાનાં માલિયા ડાણીના રહેવાસી હતા. સૈની વર્ષ 1990માં પોતાની પહેલી ચૂંટણી ઉદયપુર વિધાનસભાથી લડ્યા હતા અને વિજયી થયા હતા. ત્યાર બાદ તેઓ 1991માં એક વર્ષ ભાજપનાં ઝુંઝનુ જિલ્લાધ્યક્ષ રહ્યા. ત્યાર બાદ ઓમ પ્રકાશ માથુરનાં અધ્યક્ષ કાળમાં પ્રદેશ મહામંત્રી રહ્યા. મદનલાલ સૈનીક ખુબ જ સાધારણ જીવન શૈલી જીવતા નેતાઓ પૈકીનાં એક હતા. 

— ANI (@ANI) June 24, 2019

મદનલાલ સૈની 2 વખત લોકસભા ચૂંટણીમાં પણ ભાગ્ય અજમાવી ચુક્યા હતા, જો કે તેઓ અસફળ રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ભાજપ અનુશાસન સમિતિનાં અધ્યક્ષ રહ્યા હતા. સાથે જ સૈની ભાજપ ખેડૂત મોર્ચાનાં પ્રદેશઅધ્યક્ષ પણ હતા. સૈનીનાં પરિવારમાં પાંચ પુત્રીઓ અને એક પુત્ર છે. પુત્ર મનોજ સૈની વકીલ છે જે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news