Weather Forecast: આ રાજ્યોમાં 11 જાન્યુઆરી સુધી નહીં રોકાય ભારે વરસાદ, ગાઢ ધુમ્મસનો કોહરામ રહેશે

વરસાદની સાથે લોકોને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડશે. આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરી પશ્ચિમ બંગાળ અને સિક્કમમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.

Weather Forecast: આ રાજ્યોમાં 11 જાન્યુઆરી સુધી નહીં રોકાય ભારે વરસાદ, ગાઢ ધુમ્મસનો કોહરામ રહેશે

નવી દિલ્હી: ઉત્તર ભારત (North India)માં વરસાદે (Rainfall) કહેર મચાવ્યો છે. હવામાન વિભાગ (India Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે 11 જાન્યુઆરી સુધી ભારતના અમુક રાજ્યોમાં વરસાદ ચાલું રહેશે. વરસાદ ઉપરાંત ગાઢ ધુમ્મસ (Dense Fog) પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો કરશે.

આ રાજ્યોમાં જોવા મળશે વરસાદનો કહેર
ભારતના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદનો કહેર ચાલું રહેશે. આજે (રવિવાર) પંજાબ (Punjab), હરિયાણા (Haryana), ચંદીગઢ (Chandigarh), દિલ્હી (Delhi), ઉત્તરી રાજસ્થાન (North Rajasthan) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં વરસાદ રહેશે. જોકે ત્યારબાદ વરસાદની અસર ઓછી થઈ જશે. જ્યારે મધ્યપ્રદેશ (Madhya Pradesh), વિદર્ભ (Vidarbha), પૂર્વી ભારત (Eastern India) અને છત્તીસગઢ (Chhattisgarh)માં 11 જાન્યુઆરી સુધી વરસાદ ચાલું રહેશે.

લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ હશે આ 5 રાજ્યોની ચૂંટણી, કેવા બની રહ્યા છે સમીકરણો?

અહીં ગાઢ ધુમ્મસ રહેશે
ઉલ્લેખનીય છે કે વરસાદની સાથે લોકોને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડશે. આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરી પશ્ચિમ બંગાળ અને સિક્કમમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.

— India Meteorological Department (@Indiametdept) January 7, 2022

દિલ્હીમાં વરસાદે તોડ્યો રેકોર્ડ
દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં થઈ રહેલા વરસાદે 22 વર્ષનો જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 41 મિલીમીટર સુધીનો વરસાદ પડ્યો છે. દિલ્હીમાં શુક્રવાર રાતથી સતત પડી રહેલા વરસાદના કારણે દિલ્હીના નીચલા ભાગોમાં પાણી ભરાઈ ચૂક્યા છે.

IMD અનુસાર વાતાવરણમાં ફેરફાર અને ચક્રવાતની વધતી સંખ્યાને કારણે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ટ્રોપોસ્ફિયર (Troposphere)ના સ્તરમાં ભેજ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news