ઘૃણા અભિયાન માટે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી હાંકી કાઢે રાહુલઃ જાવડેકર

કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, 'રાહુલ ગાંધીએ નાગરિકો વિરુદ્ધ અલ્પેશ ઠાકોરના કથિત ઘૃણા અભિયાન અંગે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ'

ઘૃણા અભિયાન માટે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી હાંકી કાઢે રાહુલઃ જાવડેકર

નવી દિલ્હીઃ કોંગ્રેસને દેશમાં ભાગલાના અભિયાનમાં સામેલ થવાનો આરોપ લગાવતા ભાજપે મંગળવારે રાહુલ ગાંધીને તેમના પક્ષના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કથિત ઘૃણા અભિયાન અંગે વલણ સ્પષ્ટ કરવા અને ઠાકોરને પક્ષમાંથી હાંકી કાઢવાની માગણી કરી છે. કેન્દ્રીય મંત્રી અને વરિષ્ટ નેતા પ્રકાશ જાવડેકરે પોતાની ટ્વીટમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર ઘૃણા અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઠાકોરને પક્ષમાંથી કાઢી મુકવાની માગ કરી છે. 

જાવડેકરે જણાવ્યું કે, 'રાહુલ ગાંધીએ નાગરિકો સામે અલ્પેશ ઠાકોરના કથિત ઘૃણા અભિયાન અંગે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.' તેમણે જણાવ્યું કે, 'કોંગ્રેસ અધ્યક્ષે ઘૃણા અભિયાન ચલાવવા માટે પક્ષના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને કાઢી મુકવા જોઈએ.'

 BJP says Rahul Gandhi must immediately expel Alpesh Thakor from the party

ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પક્ષ જેએનયુમાં રાષ્ટ્રવિરોધી નારો લગાવનારા લોકો સાથે ઊભો હતો અને હવે તે ભારતમાં ભાગલાવાદી અભિયાન લાગુ કરવામાં લાગેલો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે, જો રાહુલ ગાંધી સાચે જ ગુજરાત, બિહાર અને ભારતની ચિંતા કરે છે તો તેમણે અલ્પેશ ઠાકોરને તાત્કાલિક ધોરણે પક્ષમાંથી કાઢી મુકવા જોઈએ. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલાની પૃષ્ઠભુમિમાં મંગળવારે કેન્દ્ર અને ગુજરાત સરકારની નીતિઓની ટીકા કરી હતી અને જણાવ્યું કે, દરેક ભારતીયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દૃઢતાપૂર્વક કાર્યવાહી કરવી જોઈએ. 

ગુજરાતના સાબરકાંઠી જિલ્લાના હિંમતનગરની નજીક 28 સપ્ટેમ્બરના રોજ એક 14 માસની બાળકી પર કથિત બળાત્કાર બાદ રાજ્યમાંથી હિન્દી ભાષી લોકો પર હુમલાની અનેક ઘટનાઓ થઈ છે. જેનાથી ભયભીત થઈને યુપી-બિહારના કામદારો ગુજરાતમાંથી પલાયન કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news