ઉજ્જૈનમાં રાહુલ ગાંધીએ કર્યા મહાકાલના દર્શન, દૂધથી કર્યો બાબાનો અભિષેક

મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આજે આઠમો દિવસ છે. રાહુલ ગાંધીએ મંગળવાર ઉજ્જૈન પહોંચી બાબા મહાકાલના દર્શન કર્યાં હતા. રાહુલ ગાંધીએ આશરે 20 મિનિટ મંદિર પરિસરમાં રહીને પૂજા-અર્ચના કરી છે. તેમમએ મહાકાલને દૂથનો અભિષેક પણ કર્યો છે. 
 

ઉજ્જૈનમાં રાહુલ ગાંધીએ કર્યા મહાકાલના દર્શન, દૂધથી કર્યો બાબાનો અભિષેક

ઉજ્જૈનઃ Bharat Jodo Yatra:ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં રાહુલ ગાંધીએ પૂજા-અર્ચના કરી છે. આ દરમિયાન મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar Mandir)ના પંડિત અને પુરોહિતોએ રાહુલ ગાંધી પાસે મહાકાલનો રૂદ્રાભિષેક અને પૂજન પણ કરાવ્યું. આ પૂજન કાર્ય સિદ્ધિ અને સફળતા માટે હોય છે. 

ભારત જોડો યાત્રાને લઈને ઉજ્જૈન પહોંચેલા રાહુલ ગાંધીએ મહાકાલેશ્વર મંદિર પહોંચીને પૂજા અર્ચના કરી. રાહુલ ગાંધી 4.15 પર મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. ત્યારબાદ તેમણે લાલ રંગની શાલ પહેરીને મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી. મહાકાલેશ્વર મંદિરના પુજારિ વિજય ગુરૂએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશનું પૂજન કર્યું. ત્યારબાદ તેમણે માતા પાર્વતી અને કાર્તિકેયનું પૂજન કર્યું. પછી રાજાધિરાજ ભગવાન મહાકાલનું દૂધ, દહીં, મધ, સાકર, જળ, ઘી વગેરેથી પંચામૃત પૂજન કર્યું હતું. 

પંચામૃત પૂજન બાદ તેમનો મંત્રોચ્ચાર સાથે રૂદ્રાભિષેક કરાવવામાં આવ્યો હતો. પંડિત રમણ ત્રિવેદી પ્રમાણે રાહુલ ગાંધીએ પૂજા અર્ચના બાદ પંતિડ અને પુરોહિતના આશીર્વાદ લીધા હતા. રાહુલ ગાંધી ગર્ભગૃહથી સીધા નંદીહાલમાં પહોંચ્યા, જ્યાં સ્વાસ્તિક ચાવન કરવામાં આવ્યું હતું. 

મહાકાલની સામે દંડવત પ્રમાણ
રાહુલ ગાંધીએ મહાકાલેશ્વર મંદિરના ગર્ભ ગૃહમાં પૂજા દરમિયાન ભગવાનને માથુ નમાવી આશીર્વાદ લીધા અને જ્યારે નંદીહાલમાં પહોંચ્યા તો તેમણે દંડવત પ્રણામ કરી મહાકાલના ફરી આશીર્વાદ લીધા હતા. રાહુલ ગાંધીએ માથા પર મહાકાલનું તિલક લગાવ્યું અને ભગવાનને પૂજા દરમિયાન ભાંગ વસ્ત્ર વગેરે ભેંટ કર્યાં હતા.

નોંધનીય છે કે મંગળવાર 29 નવેમ્બરે રાહુલ ગાંધીની યાત્રા મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચી છે. યાત્રાના સ્વાગતમાં માર્ગ પર રાહુલ ગાંધીએ કટઆઉટ અને હોર્ડિંગ લગાવવામાં આવ્યા. સાથે તિરંગાની સાડીઓ પહેરીને 1500 જેટલી મહિલાઓએ યાત્રીકોનું સ્વાગત કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news