રાહુલ દ્વારા RSSની તુલના જે સંગઠન સાથે કરાઇ, શું છે મુસ્લિમ બ્રધરહુડ જાણો
રાહુલ ગાંધીએ આરએસએસ અને મુસ્લિમ બ્રધરહુડ વચ્ચે તુલના કરી તેના નામની આજે પણ અનેક દેશોમાં હાકડાક વાગે છે અને ઇજીપ્તના સત્તા પલ્ટામાં આ સંગઠનો ભજવ્યો હતો મહત્વનો રોલ
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)ની તુલના સુન્ની ઇસ્લામી સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. રાહુલે આરોપ લગાવ્યો કે આરએસએસ દેશની દરેક સંસ્થા પર કબ્જો જમાવવા માંગે છે અને દેશનાં સ્વરૂપને જ બદલવા માંગે છે. રાહુલ ગાંધીએ લંડનમાં ઇન્ટરનેશનલ ઇસ્ટીટ્યૂટ ઓફ સ્ટ્રેટેજીક સ્ટડીઝ (આઇઆઇએસએસ)ના કાર્યક્રમમાં કહ્યું કે, અમે એખ સંગઠનમાં સંઘર્ષ કરી રહ્યા છે, જેનું નામ આરએસએસ છે જે ભારતના મુળ સ્વરૂપ (નેચર ઓફ ઇન્ડિયા)ને બદલવા માંગે છે. ભારતમાં બીજુ કોઇ એવું સંગઠન નથી જે દેશની સંસ્થાઓ પર કબ્જો જમાવવા માંગતુ હોય.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, અમે જઝુમી રહ્યા છીએ તે એકદમ નવો વિચાર છે. આ એક એવો વિચાર છે જે અરબ જગતમાં મુસ્લિમ બ્રધરહુડ સ્વરૂપે જોવા મળે છે, આ એવો વિચાર છે કે એક ખાસ વિચારને દરેક પ્રકારની સંસ્થામાં સંચાલિત કરવો જોઇએ.,એક વિચારને બાકીની તમામ વિચારોને કચડીને તેને કાર્યરત કરવો જોઇએ. રાહુલ ગાંધીના આવા નિવેદન બાદ ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવવા ઉપરાંત તેને માફી માંગવા માટે પણ જણાવાયું છે. જો કે રાહુલે જે મુસ્લિમ બ્રધરહુડ સાથે તુનલા કરી તે સંગઠન શું છે તેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે.
આ સંગઠનની સ્થાપના 1928માં થઇ હતી. મુસ્લિમ બ્રધરહુડ ઇજીપ્તનું સૌથી મોટુ અને સૌથી જુનુ સંગઠન છે. આ સંગઠનને ઇખવાન અલ મુસલમીનના નામે પણ ઓળખવામાં આવે છે. હાલમાં આ સંગઠન 2011માં ચર્ચામાં આવ્યું હતું જ્યારે હોસ્ની મુબારકની સત્તાને ઉથલાવી નાખવામાં આવી. ઇજીપ્તમાં કથિત ક્રાંતિ દરમિયાન તત્કાલના રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકને સત્તા છોડવી પડી હતી. આ ક્રાંતિ પાછળનું મુખ્ય ચાલક બળ મુસ્લિમ બ્રધર હુડ હોવાનું સામે આવ્યું હતું.
( મુસ્લિમ બ્રધરહુડના સ્થાપક હસન અલ બન્ના )
શરૂઆતી તબક્કે મુસ્લિમ બ્રધરહુડની સ્થાપના ઇસ્લામના નૈતિક મુલ્યાનાં પ્રચાર પ્રસાર માટે કરવામાં આવી હતી. જો કે ત્યાર બાદ તે રાજનીતિમાં પણ રસ લેવા લાગ્યું. આ સંગઠને ઇજીપ્તને બ્રિટનનાં કોલોનિયલપ્રથામાંથી પણ મુક્તિ અપાવી. આ ઉપરાંત પશ્ચિમી રાષ્ટ્રોના પ્રભાવમાંથી ઇસ્લામીક દેશોને બહાર કાઢવાનું કામ પણ કર્યું.
1928માં હસન અલ બન્ના દ્વારા સંગઠનની શરૂઆત કરવામાં આવ્યા બાદ ઇજીપ્તમાં ઝડપથી આ સંગઠન ફેલાયું. શરૂઆતી કાર્યોની મદદથી આ સંગઠનને લોકોમાં ભારે માનપાન અને પ્રતિષ્ઠા મળી. ખાસ કરીને સરકારથી અસંતુષ્ટ હોય તેવા લોકોમાં આ સંગઠન ખુબ લોકપ્રિય થયું. તેની લોકપ્રિયતાનો અંદાજ તેના પરથી જ લાગે છે કે 1940 સુધીમાં તો ઇજીપ્તમાં જ આ સંગઠનનાં 20 લાખથી પણ વધારે ફોલોઅર્સ બની ગયા.
સમગ્ર દેશને આ સંગઠને પોતાની વિચારધારા થકી પ્રભાવિત કર્યો. સંગઠનના સંસ્થાપક બન્નાએ એક હથિયારધારી શાખા પણ તૈયાર કરી, જેની મદદથી બ્રિટિશ શાસનની વિરુદ્ધ બોમ્બવર્ષા અને હત્યા થકી ક્રાંતિને આગળ વધારવાની હતી. 1948માં જો કે એક અજાણ્યા હૂમલાખોરે અલ બન્નાની હત્યા કરી દીધી હતી. તે જ વર્ષે ઇજીપ્તની સરકારે મુસ્લિમ બ્રધરહુડનો ભંગ કર્યો. 1952માં સૈન્ય વિદ્રોહ સાથે જ ઇજીપ્તમાં બ્રિટનના શાસનનો અંત આવ્યો. 1954આ સંગઠન પર સૌથી મોટુ સંકટ આવ્યું જ્યારે રાષ્ટ્રપતિ ગમાલ અબ્દેલ નાસરની હત્યાના અસફળ પ્રયાસ બાદ મુસ્લિમ બ્રધરહુડ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. હજારો કાર્યકર્તાઓને જેલમાં નાખવામાં આવ્યા. જો કે આ સંગઠનના લોકો અંડરગ્રાઉન્ડ રહીને પોતાની ગતિવિધિઓ ચલાવતા રહ્યા. ત્યાર બાદ બ્રધરહુડહુડે 70ના દશકમાં અનવર અલ સાદાતને પોતાનું સમર્થન જાહેર કર્યું. 1970માં ઇજીપ્તના રાષ્ટ્રપતિ બન્યા. શરૂઆતી તબક્કામાં બંન્નેના સંબંધો મીઠા રહ્યા જો કે ત્યાર બાદ સંબંધોમાં ખટાશ આવી ગઇ. 80ના દશકમાં આ સંગઠને પ્રત્યક્ષ રીતે જ રાજકારણમાં આવવાનો પ્રયાસ કર્યો.
80નાં દશમાં મુસ્લિમ બ્રધરહુડે ખુલ્લી રીતે રાજનીતિ શરૂ કરી
ઇજીપ્તમાં મુસ્લિમ બ્રધરહુડને લાગ્યું કે તેનું કામ કોઇને ટેકાઓ આપીને નહી ચાલે તેથી તેણે પોતે જ રાજનીતિમાં ઉતરવાનો વિચાર કર્યો. 1984ની ચૂંટણીમાં તેણે વફાદ પાર્ટી અને 1987માં ઉદારવાદી દળો સાથ ગઠબંધન કર્યું. જો કે તેને સાચી સફળતા 2000ના વર્ષમાં મળી. આ ચૂંટણીમાં તે 17 સીટો જીતીને મહત્વની વિપક્ષી પાર્ટી બની. 5 વર્ષ બાદ મુસ્લિમ બ્રધરહુડે પોતાનાં પ્રદર્શનને સુધાર્યું. અપક્ષ ઉમેદવારો સાથે રહીને 20 ટકા સીટો જીતી લીધી. આ ચૂંટણી પરિણામોથી રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકને ઝટકો લાગ્યો.
અહીંથી શરૂ થયો હોસ્ની મુબારક અને મુસ્લિમ બ્રધરહુડ વચ્ચેનો સંઘર્ષ
ઇજીપ્તમાં બ્રધરહુડની વધી રહેલી શક્તિ પામી ગયેલ હોસ્નિ મુબારકે પોતાનું અભિયાન ચાલુ કર્યું. તેનાં ઘણા સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી. મુસ્લિમ બ્રધરહુડને અટકાવવા માટે સંવિધાનમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું. જેના હેઠળ અપક્ષ ઉમેદવારોન રાષ્ટ્રપતિ પદ પર નહી ઉભા રહેવાની જોગવાઇ કરવામાં આવી. આતંકવાદી ગતિવિધિઓ અટકાવવા માટે પણ વિધેયક લાવવામાં આવ્યું. જેમાં સુરક્ષા દળોની શક્તિઓમાં વધારો કરવામાં આવ્યો. 2010ની ચૂંટણીને અનુલક્ષીને હોસ્નીમુબારક સરકારે ઘણા પગલાઓ ઉઠાવ્યા. જો કે સરકાર વિરુદ્ધ આંદોલન નબળું પડવાનાં બદલે વધારેને વધારે મજબુત બનતું ગયું. ત્યાર બાદ 2011માં મુબારકે સત્તામાંથી હટવું પડ્યું. આ સમયની વાત કરીએ તો મોહમ્મદ બદી ઇજીપ્ત મુસ્લિમ બ્રધરહુડનો સૌથી મોટો ચહેરો હતો. જો કે હાલ તે જેલમાં છે. 2013માંઇજીપ્તના રાષ્ટ્રપતિ બનેલા મોહમ્મદ મુર્સી પણ હાલ જેલમાં છે. મુર્સી મુબારક બાદ રાષ્ટ્રપતિ બન્યા હતા, જો કે સેનાએ જ બળવો કરીને તેને જેલ ભેગા કરી દીધા હતા.
ભારત અને પાકિસ્તાનમાં પણ બ્રધરહુડ પ્રેરિત સંગઠનો છે
ભારત અને પાકિસ્તાનમાં જમાત એ ઇસ્લામી નામનુ સંગઠન પણ મુસ્લિમ બ્રધરહુડથી પ્રેરિત છે. બીજા દેશોની વાત કરીએ તો આ સંગઠન મોટા ભાગના ઇસ્લામીક દેશોમાં પોતાની સારી એવી પડક ધરાવે છે. જોર્ડનમાં આ સંગઠન ઇસ્લામીક એક્શન ફ્રંટ (આઇએએફ)ના નામથી કાર્યરત હતું. જ્યારે પેલેસ્ટાઇનમાં હમાસ, ટ્યૂનીશિયામાં અન્નહદ, કુવૈતમાં ઇસ્લામિક કોન્સિટ્યૂશનલ મૂવમેંટ, બહરીનમાં મિનબારના નામથી છે.
આ પાંચ દેશોએ જાહેર કર્યું છે આતંકવાદી સંગઠન
વિશ્વનાં પાંચ દેશોમાં તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવેલુ છે. જેમાં ઇજીપ્ત ઉપરાંત રશિયા, સાઉદી અરેબિયા, સીરિયા અને યૂનાઇટેડ આરબ અમિરાતનો સમાવેશ થાય છે. 2013માં સાઉદી અરબના શાહે મુસ્લિમ બ્રધરહુડના સમર્થકો પર જબર્દસ્ત હૂમલો કર્યો અને માર્ચ 2014માં તેને આતંકવાદી સંગઠન જાહેર કરી દેવામાં આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે