Rahul Gandhi: રાહુલ ગાંધીએ મધરાતે કરેલી એક ટ્વીટે મચાવ્યો ખળભળાટ, મોટો દાવો કરતા કહ્યું-ચક્રવ્યુહવાળા ભાષણ બાદ...
માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે સ્પષ્ટ છે કે તેમને મારું ચક્રવ્યુહવાળું ભાષણ ગમ્યું નહીં. રાહુલ હાલ કેરળના વાયનાડમાં છે. જ્યાં લેન્ડસ્લાઈડ પીડિતોને તેઓ મળી રહ્યા છે. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ છે અને તેઓ બંને આજે પણ ત્યાં રોકાઈ શકે છે.
Trending Photos
લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના વિરુદ્ધ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દરોડા પાડવાની યોજના ઘડી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચક્રવ્યુહવાળા ભાષણ બાદ આ એક્શનની તૈયારી થઈ રહી છે. વાત જાણે એમ છે કે બજેટ 2024 પર વાત કરતા કોંગ્રેસ સાંસદે કમળના ચિન્હનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે 21મી સદીમાં નવો ચક્રવ્યુહ ઘડાઈ રહ્યો છે.
માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે સ્પષ્ટ છે કે તેમને મારું ચક્રવ્યુહવાળું ભાષણ ગમ્યું નહીં. ઈડીના 'આંતરિક સૂત્રો' મને જણાવે છે કે રેડની યોજના ઘડાઈ રહી છે. રાહુલ હાલ કેરળના વાયનાડમાં છે. જ્યાં લેન્ડસ્લાઈડ પીડિતોને તેઓ મળી રહ્યા છે. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ છે અને તેઓ બંને આજે પણ ત્યાં રોકાઈ શકે છે.
ચા અને બિસ્કિટ સાથે...
રાહુલે આ દાવો એવા સમયે કર્યો છે કે જ્યારે સંસદનું સત્ર ચાલુ છે. જેની સીધી અસર આજે સંસદમાં પણ જોવા મળી શકે છે. આમ પણ વિપક્ષ પહેલેથી જ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યો છે. રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ઈડીનો બંને હાથ ફેલાવીને રાહ જોઈ રહ્યો છું...ચા અને બિસ્કિટ સાથે.
Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned.
Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024
શું કહ્યું હતું રાહુલે?
29 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હિન્દુસ્તાનને અભિમન્યુની જેમ ચક્રવ્યુહમાં ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIA આ ચક્રવ્યુહને તોડશે. તેમણે લોકસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગે લેતા દાવો કર્યો હતો કે આ બજેટમાં ગણ્યાગાંઠ્યા ધનિકોના એકાધિકાર અને લોકતાંત્રિક માળખાને નષ્ટ કરનારા રાજનીતિક એકાધિકારને મજબૂતી અપાઈ છે જ્યારે યુવાઓ, ખેડૂતો, અને મધ્યમ વર્ગને નજરઅંદાજ કરાયો છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે એમ પણ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે અને ખેડૂતોને MSP ની કાનૂની ગેરંટી પણ આપશે. નેતા વિપક્ષે સત્તાધારી ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં અભિમન્યુને ચક્રવ્યુહમાં છ લોકોએ ફસાવીને માર્યો હતો. ચક્રવ્યુહનું બીજુ નામ છે પદ્મવ્યુહ. જે કમળના ફૂલના આકાર (ભાજપનો સિંબોલ) હોય છે. તેી અંદર ડર અને હિંસા હોય છે.
તેમણે દાવો કર્યો કે અભિમન્યુને ચક્રવ્યુહમાં છ લોકોએ ફસાવીને માર્યો હતો તેમના નામ દ્રોણાચાર્ય, કર્ણ, અશ્વથામા, કૃપાચાર્ય, કૃતવર્મા અને શકુનિ છે. આજે પણ ચક્રવ્યુહ રચનારા છ લોકો છે. કોંગ્રેસ નેતાએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ચાર અન્ય લોકોના નામ લીધા જેના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આપત્તિ જતાવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે