વડાપ્રધાનને દેશના જવાનોની નહી, સુટબુટવાળા દુકાનદારોની ફિકર છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, મોદીજી જેમણે દેશ માટે સર્જિકલ સ્ટ્રાઇક કરી, તેમના માટે આ વર્તાવ છે ?
Trending Photos
નવી દિલ્હી : સશસ્ત્ર દળોનાં એક લાખથી પણ વધારે જવાનોને વધારે સૈન્ય વેતન (એમએસપી) આપવાની માંગને સરકારે ભગાવી દીધી હતી. જે મુદ્દે રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. રાહુલે આરોપ લગાવ્યો કે તેમને સર્જીકલ સ્ટ્રાઇક કરનારા જવાનોની નહી પરંતુ સૂટબૂટ પહેરનારા દુકાનદારોની વધારે ફિકર છે. રાહુલ ગાંધીએ એક સમાચાર શેર કરતા ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, મોદીજી તેમણે દેશ માટે સર્જિકલ સ્ટ્રાઇક કરી, તેમનાં માટે તમારૂ આવું વર્તન ?
રાહુલે આરોપ લગાવ્યો કે, તમને ન તો ખેડૂતની ફિકર છે, ન તો જવાનોની તમને માત્ર અનિલ અંબાણી જેવા સુટબુટધારી દુકાનદારોની જ ફિકર છે. તમને દેશે તક આપી, તમે દેશનાં લોકોની સાથે દગો કર્યો. ઉલ્લેખનીય છે કે, સરકારે થળસેનાનાં જુનિયર કમિશન્ડ અધિકારીઓ (JCO) સહિત સશસ્ત્ર દળોનાં આશરે 1.12 લાખ જવાનો કરતા વધારે સૈન્ય સેવા ભથ્થુ (MSP) આપવાની બહુપ્રતીક્ષિત માંગ ફગાવી દીધી છે. સૈન્ય સુત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
સુત્રોએ જણાવ્યું કે, નાણામંત્રાલયે આ નિર્ણયથી થળસેના મુખ્યમથક નાખુશ છે અને તેઓ તેની તુરંત સમીક્ષાની માંગ કરશે. સંરક્ષણ મંત્રાલય પણ તેનાં નિર્ણયથી ક્ષુબ્ધ જણાવાઇ રહ્યા છે. સરકારનાં આ નિર્ણયથી 87,646 JCO અને નૌસેના અને વાયુસેનામાં જેસીઓનાં સમકક્ષ 25,343 કર્મચારીઓ સહિત આશરે 1.12 લાખ સૈ્ન્ય કર્મચારીઓ પ્રભાવિત થશે.
અગાઉ મંગળવારે રાહુલ ગાંધીએ બુલંદશહેર હિંસામાં એક પોલીસ અધિકરીનાં મોતની ઘટના મુદ્દે વડાપ્રધાન મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યો તથા કહ્યું કે, મોદી-યોગી રાજમાં પોલીસની આ પરિસ્થિતી છે તો પછી જનતામાં કેટલી દહેશત હશે.
રાહુલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, બુલંદશહેરમાં પોલીસ અધિકારી સુબોધસિંહની અરાજક ભીડ દ્વારા દર્દનાક અને શરમજનક છે. મોદી-યોગી રાજમાં પોલીસની જ આવી પરિસ્થિતી છે તો સામાન્ય માણસની પરિસ્થિતી કેવી હશે તે તમે વિચારી શકો.યુપીમાં હવે સાચા અર્થમાં જંગલરાજ ચાલી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે