Covid 19: સમાપ્ત નથી થઈ કોરોનાની બીજી લહેર, 8 રાજ્યોમાં હજુ R-વેલ્યૂ વધુ, સરકારની ચેતવણી
લવ અગ્રવાલે કહ્યું કે કેરલ, મહારાષ્ટ્ર, મણિપુર અને અરૂણાચલ પ્રદેશ સહિત છ રાજ્યોના 18 જિલ્લામાં છેલ્લા ચાર સપ્તાહમાં કોવિડના નવા દૈનિક મામલા વધતા જોવા મળી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ના પ્રસારમાં ફરી તેજીના સંકેત મળી રહ્યાં છે. કોરોનાના પ્રસારને દર્શાવનાર રિપ્રોડક્ટિવ રેટ 8 રાજ્યોમાં એકથી વધુ છે. આ થોડા સમય પહેલા 0.6 પર પહોંચી ગયો હતો તથા પાછલા મહિને 0.8 થયો અને હવે વધીને 1.2 થઈ ગયો છે. ત્રણ રાજ્યોમાં તો સૌથી વધુ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ તથા નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે મંગળવારે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં આર નંબર સૌથી વધુ 1.4 છે જ્યારે લક્ષદ્વીપમાં 1.3 છે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, હરિયાણા, ગોવા, ઝારખંડ, નાગાલેન્ડમાં આ 1 તથા કેરલમાં અને પુડુચેરીમાં 1.1 છે.
શું હોય છે રિપ્રોડક્ટિવ નંબર કે આર વેલ્યૂ
રિપ્રોડક્ટિવ નંબર કે આર વેલ્યૂ તે દર્શાવે છે કે કોઈ રોક કેટલો સંક્રામક છે એટલે કે એક મામલાથી અન્ય કેટલા મામલા ફેલાય શકે છે, તેની સંખ્યા દર્શાવે છે. જો તે એકથી નીચે હોય તો તે માનવામાં આવે છે કે રોગ નિયંત્રણમાં છે. એકથી વધુ હોયા પર રોગના તેજીથી પ્રસારના સંકેત મળે છે.
ચિંતા વધારી રહ્યાં છે 8 રાજ્યોના 18 જિલ્લા
લવ અગ્રવાલે કહ્યું કે કેરલ, મહારાષ્ટ્ર, મણિપુર અને અરૂણાચલ પ્રદેશ સહિત છ રાજ્યોના 18 જિલ્લામાં છેલ્લા ચાર સપ્તાહમાં કોવિડના નવા દૈનિક મામલા વધતા જોવા મળી રહ્યાં છે. આ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે પાછલા સપ્તાહે કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસમાં 49.85 ટકા કેસ કેરલમાં સામે આવ્યા. સરકારે કહ્યું કે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 44 જિલ્લામાં 2 ઓગસ્ટે સમાપ્ત થઈ રહેલા સપ્તાહમાં કોરોના વાયરસનો સાપ્તાહિક સંક્રમણ દર 10 ટકાથી વધુ છે.
બીજી લહેર હજુ થઈ નથી સમાપ્ત
લવ અગ્રવાલે કહ્યુ કે વૈશ્વિક મહામારી ખતમ થવાથી હજુ ખુબ દૂર ચે. જ્યાં સુધી ભારતની વાત છે તો હજુ બીજી લહેર પૂરી થઈ નથી. વિશ્વભરમાં કોરોનાના દૈનિક કેસ હજુ પણ વધારે છે. એક પ્રશ્નના ઉત્તરમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે, જોસનસ એન્ડ જોનસને કોરોના વેક્સીનની ટ્રાયલ માટે અરજી કરી હતી, પરંતુ ડ્રગ કંટ્રોલર તરફથી તેને જણાવવામાં આવ્યું કે તેની રસી અમેરિકામાં સ્વીકૃત છે તેથી ટ્રાયલની જરૂર નથી તો તેણે પરત લઈ લીધું. બાળકોની રસી વિશે તેમણે કહ્યું કે જ્યારે વેક્સિન ઉપલબ્ધ હશે, ત્યારબાદ રસીકરણની નીતિ પર વિચાર કરવામાં આવશે.
જુલાઈમાં એવરેજ 43.41 લાખ રસી દરરોજ લગાવવામાં આવી
કોરોના રસીકરણ વિશે લવ અગ્રવાલે કહ્યુ કે 37.26 કરોડ લોકોને એક તથા 10.59 કરોડ લોકોને રસીના બંને ડોઝ લાગી ચુક્યા છે. જુલાઈમાં એવરેજ 43.41 લાખ રસી દરરોજ લગાવવામાં આવી જ્યારે જૂનાં તે 39.89 તથા મેમાં 19.69 લાખ પ્રતિદિન હતી. જુલાઈમાં 13.45 કરોડ રસી લગાવવામાં આવી જ્યારે જૂનમાં 11.96 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સાત રાજ્યોમાં ત્રણ કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. તેમાં યૂપીમાં સૌથી વધુ 4.88 કરોડ, મહારાષ્ટ્રમાં 4.50, ગુજરાતમાં 3.40, રાજસ્થાનમાં 3.33, એમપીમાં 3.30, કર્ણાટકમાં 3.14 તથા બંગાળમાં 3.02 કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે