Punjab ના નવા મુખ્યમંત્રી કોણ? આજે થનારી ધારાસભ્ય દળની બેઠકમાં થશે નિર્ણય

પંજાબ (Punjab) ના નવા મુખ્યમંત્રી કોણ હશે? તે નક્કી કરવા માટે રવિવારે કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP) ની બેઠક ફરીથી આયોજિત કરવામાં આવશે. લગભગ 11 વાગે પંજાબ ભવનમાં તમામ ધારાસભ્યો ભેગા થશે અને સર્વસહમતિથી કોઇ એક નામ પર નિર્ણય કરવામાં આવશે

Punjab ના નવા મુખ્યમંત્રી કોણ? આજે થનારી ધારાસભ્ય દળની બેઠકમાં થશે નિર્ણય

ચંદીગઢ: પંજાબ (Punjab) ના નવા મુખ્યમંત્રી કોણ હશે? તે નક્કી કરવા માટે રવિવારે કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP) ની બેઠક ફરીથી આયોજિત કરવામાં આવશે. લગભગ 11 વાગે પંજાબ ભવનમાં તમામ ધારાસભ્યો ભેગા થશે અને સર્વસહમતિથી કોઇ એક નામ પર નિર્ણય કરવામાં આવશે. આખરે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી પંજાબના નવા સીએમના નામ પર મોહર લગાવશે. 

3 નામ સીએમ પદની રેસમાં આગળ
પંજાબના સીએમ પદની રેસમાં અત્યાર સુધી સૌથી આગળ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ (Sunil Kumar Jakhar), પંજાબ કોંગ્રેસના ચીફ નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) અને કેપ્ટન અમરિંદર સિંહનો વિરોધ અક્રનાર સુખજિંદર સિંહ રંઘાવા (Sukhjinder Singh Randhawa) ના નામ સૌથી આગળ રહ્યા છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી હાઇકમાન્ડ આ ત્રણમાંથી કોઇ એક નામ પર દાવ રમશે. 

કોનું સીએમ બનવું હશે ફાયદાકારક?
એક તરફ સુનીલ જાખડ છે, જેમને સીએમ બનાવીને કોંગ્રેસ પાર્ટી હિંદુ વોટ અને જાટ સિખ વોટ પર પોતાના વધુ વોટ ખેંચવાનો પ્રયત્ન કરી શકે છે. તો બીજી તરફ નવજોત સિંહ સિદ્ધૂ છે, જેમને તાજેતરમાં જ પાર્ટી હાઇકમાન્ડએ મોટી જવાબદારી સોંપી છે. તેમને કોંગ્રેસે પંજાબમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. તો બીજી તરફ સુખજિંદર સિંહ રંઘાવાને કેપ્ટન અમરિંદર સિંહનો વિરોધી ગણવામાં આવે છે. એવામાં પંજાબની જવાબદ કોને સોંપવામાં આવશે તે જોવાનું રસપ્રદ રહેશે. રવિવારે તમામની નજર ધારાસભ્ય દળની બેઠક પર ટકેલી રહેશે. અને તમામને સોનિયા ગાંધીના નિર્ણયની આતુરતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news