VIDEO: ધારિયું લઈને છોકરી પાછળ દોડ્યો આશિક, દિલ્હી જેવી ઘટના પણ સ્થાનિકોએ યુવતીનો જીવ બચાવ્યો

દિલ્હી જેવી એક ભયાનક ઘટના મહારાષ્ટ્રમાં સામે આવી છે. પુણેમાં એક યુવકે રસ્તાની વચ્ચે એક યુવતી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જ્યાં રાહદારીઓએ હુમલાખોરનો સામનો કરીને યુવતીનો જીવ બચાવ્યો હતો.

VIDEO: ધારિયું લઈને છોકરી પાછળ દોડ્યો આશિક, દિલ્હી જેવી ઘટના પણ સ્થાનિકોએ યુવતીનો જીવ બચાવ્યો

મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક છોકરી (19) પર તેના એકતરફી આશિક દ્વારા દિનદહાડે ધારિયા વડે હુમલો કરવાનો પ્રયાસ કરાયો છે.જો કે, ત્યાંથી પસાર થતા લોકોએ ત્વરિત આક્રમકતા બતાવી અને હુમલાખોરથી છોકરીનો જીવ બચાવ્યો હતો. આ ભયાનક ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પુણેના લોકોએ જે રીતે સક્રિયતા બતાવીને બાળકીને હુમલાખોરથી બચાવી, તેના વખાણ થઈ રહ્યા છે. ગયા મહિને આવો જ એક કિસ્સો દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાંથી સામે આવ્યો હતો જ્યાં એક સગીર વયની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તે ઘટનામાં યુવક યુવતી પર હુમલો કરતો રહ્યો પરંતુ ત્યાંથી પસાર થતા કોઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ સદાશિવ પેઠના પેરુગેટ વિસ્તારમાં બની હતી. તેમણે કહ્યું કે આરોપી અને પીડિતા બંને એક કોલેજમાં ભણતા હતા અને યુવતીએ તાજેતરમાં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન I) સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે, 'આજે સવારે યુવકે યુવતીનો સંપર્ક કર્યો જ્યારે તે અન્ય મિત્ર સાથે ટુ-વ્હીલર પર સવાર થઈ રહી હતી. યુવકે યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતીએ તેની સાથે વાત કરવાની ના પાડી. જેનાથી નારાજ થઈને આરોપીએ તિક્ષ્ણ હથિયાર કાઢીને યુવતી પર હુમલો કર્યો હતો.

યુવતીના મિત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો 
તેમણે કહ્યું કે પીડિતાના મિત્રએ દરમિયાનગીરી કરી અને હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન યુવતી કોઈક રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી. અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરે યુવતીનો પીછો કર્યો પરંતુ ત્યાં હાજર લોકોએ તેને અટકાવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે છોકરીને તેના માથા અને હાથમાં ઈજાઓ થઈ હતી અને સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

A Pune man attempted to kiII a female after an attack because of one-sided love, but locals intervened, caught the attacker, and saved the girl, Salute!🔥👏 pic.twitter.com/WO0W04cVr1

— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) June 27, 2023

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં જોઈ શકાય છે કે મહિલા તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર બેઠી છે જ્યારે આરોપી તેની સાથે વાત કરી રહ્યો છે. તે જોઈ શકાય છે કે ટુ-વ્હીલર ચલાવતો યુવક આરોપીનો સામનો કરવા માટે વાહનમાંથી નીચે ઉતરે છે પરંતુ આરોપી બેગમાંથી તીક્ષ્ણ હથિયાર કાઢે છે અને તેનો પીછો કરતા પહેલાં યુવતીના મિત્ર પર હુમલો કરે છે.

— ANI (@ANI) June 27, 2023

લોકોએ સમય ગુમાવ્યા વિના જીવ બચાવ્યો
આ ઘટનાનો અન્ય એક ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં મહિલા ભાગતી જોવા મળી રહી છે અને હુમલાખોર તેના પર પાછળથી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન યુવતી નીચે પડી અને ત્યાંથી પસાર થતા લોકોએ હુમલાખોરને રોક્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news