પુલવામા હૂમલાના આરોપી જૈશ એ મોહમ્મદના કમાંડરની દિલ્હીમાં ધરપકડ, આ વેશમાં પકડાયો

રાજધાની દિલ્હી પોલીસે શુક્રવારે એક મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. દિલ્હી પોલીસની એક સ્પેશ્યલ સેલે લાલ કિલ્લા નજીક જૈશ એ મોહમ્મદના આતંકવાદીની ધરપકડ કરી.

પુલવામા હૂમલાના આરોપી જૈશ એ મોહમ્મદના કમાંડરની દિલ્હીમાં ધરપકડ, આ વેશમાં પકડાયો

નવી દિલ્હી : રાજધાની દિલ્હી પોલીસે શુક્રવારે એક મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. દિલ્હી પોલીસની એક સ્પેશ્યલ સેલે લાલ કિલ્લા નજીક જૈશ એ મોહમ્મદના આતંકવાદીની ધરપકડ કરી. આ આતંકવાદીનું નામ સજ્જાદ ખાન જણાવાઇ રહ્યું છે. મળતી માહિતી અનુસાર સજ્જાદ ખાન 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરનાં પુલવામાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ મુદ્દસરનો નજીકનો વ્યક્તિ હતો. સજ્જાદ ખાન, જમ્મુ કાશ્મીરના ત્રાલનો રહેવાસી છે. 

મળતી માહિતી અનુસાર સજ્જાદ પુલવામા હુમલા બાદ ભાગીને દિલ્હી આવી ગયો હતો. જો કે દિલ્હી આવ્યા બાદ તેઓ સતત જૈશ એ મોહમ્મદના સંપર્કમાં હતા. જો કે દિલ્હી આવ્યા છતા પણ તેઓ સતત જૈશ એ મોહમ્મદના સંપર્કમાં હતા. ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ મળ્યા હતા કે જૈશ દિલ્હીમાં પણ એક આત્મઘાતી હુમલાને અંજામ આપી શકે છે. એવામાં સજ્જાદનું પોલીસને હાથ લાગવાનો એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. 
ભારતનું ખાઇને ભારતનું જ ખોદતા અલગતાવાદી નેતાઓ પર EDની કડક કાર્યવાહી
સાજીદ ઉર્ફે સજ્જાદ ખાનનો એક ભાઇ અઝહર મસુદનાં ભત્રીજા સાથે એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. બીજો ભાઇ પણ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. સજ્જાદ ઘણા લાંબા સમયથી દિલ્હીમાં શાલ વેચનારો વ્યક્તિ બનીને રહી રહ્યો હતો. ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે સજ્જાદ ખાન ભારતમાં ફરીથી કોઇ મોટી દુર્ઘટનાને પાર પાડવાની ફિરાકમાં હતો. ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે સજ્જાદ ખાન ભારતમાં ફરીથી કોઇ મોટી દુર્ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news