'હોલિકા દહન' પર કિસાનોએ કૃષિ કાયદાની કોપી સળગાવી, ટિકૈત બોલ્યા- યથાવત રહેશે આંદોલન

કૃષિ કાયદાની કોપી સળગાવી રાકેશ ટિકૈતે કહ્યુ, અમે એમએસપીની વાત કરી રહ્યાં છીએ. અમે દેશભરમાં જઈને કિસાનોને સંગઠિત કરી રહ્યાં છીએ. આંદોલન યથાવત રહેશે. 
 

'હોલિકા દહન' પર કિસાનોએ કૃષિ કાયદાની કોપી સળગાવી, ટિકૈત બોલ્યા- યથાવત રહેશે આંદોલન

નવી દિલ્હીઃ કેન્દ્રના નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં દિલ્હીની સરહદો પર આંદોલન (Kisan Andolan) કરી રહેલા કિસાનોએ આજે હોલીકા દહન (Holi 2021) પર કિસાન કાયદાની કોપી સળગાવી હતી. આ દરમિયાન ગાઝીપુર બોર્ડર પર હાજર ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ કહ્યુ કે, કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન યથાવત રહેશે. 

કૃષિ કાયદાની કોપી સળગાવી રાકેશ ટિકૈતે કહ્યુ, અમે એમએસપીની વાત કરી રહ્યાં છીએ. અમે દેશભરમાં જઈને કિસાનોને સંગઠિત કરી રહ્યાં છીએ. આંદોલન યથાવત રહેશે. 

પાંચ એપ્રિલે મનાવવામાં આવશે 'એફસીઆઈ બચાવો દિવસ'
સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યુ કે, દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા કિસાનોએ હોલિકા હદન દરમિયાન કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાની કોપી સળગાવી હતી. મોર્ચાએ નિવેદનમાં કહ્યુ કે, પ્રદર્શનકારી કિસાનોએ સરહદ પર ગોળી ઉજવી અને તે નક્કી કર્યુ કે, તેમનું આંદોલન ત્યાં સુધી યતાવત રહેશે જ્યાં સુધી કૃષિ કાયદા રદ્દ કરવામાં આવશે નહીં. 

કિસાન મોર્ચાએ કહ્યુ કે, પાંચ એપ્રિલ એફસીઆઈ બચાવો દિવસ ઉજવવામાં આવશે અને દેશભરમાં સવારે 11થી સાંજે 5 કલાક સુધી ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઈ)ના કાર્યાલયનો ઘેરાવ કરવામાં આવશે. 

નિવેદનમાં કહ્યુ, સરકાર અપ્રત્યક્ષ રૂપથી એમએસપી અને જાહેર વિતરણ વિસ્ટમને સમાપ્ત કરવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એફસીઆઈનું બજેટ પણ ઘટ્યુ છે. હાલમાં એફસીઆઈએ પાકની ખરીદીના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news