Exclusive Video: જામિયા હિંસાના 4 CCTV ફુટેજ જોઇ ચોંકી ઉઠશો, ખુલી જશે તમામ રહસ્યો

નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીમાં ચાલુ થયેલી હિંસાના પહેલા દિવસે (15 ડિસેમ્બર) કેટલાક ઉપદ્રવીઓ રસ્તાને કાંઠે ઉભેલી બાઇક દ્વારા પેટ્રોલ કાઢીને ગાડીઓમાં આગ લગાવી રહ્યા હતા. આ તોફાનીઓની કરતૂત સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ઉપદ્રવીઓ હજી પણ પોલીસની પકડથી બહાર છે. પોલીસ સીસીટીવી ફુટેજની મદદથી આ તોફાનીઓને શોધી રહ્યા છે. જામિયા હિંસાના ચાર સીસીટીવી કેમેરાના ફુટેજમાં જોઇ શકાય છે કે, કઇ રીતે ઉપદ્રવીઓએ હિંસા કરી હતી. તેણે આગચાંપીને પથ્થરમારાથી સમગ્ર જામીયા વિસ્તારનો કાયદો અને વ્યવસ્થાની મજાક બનાવી દીધી હતી. 
Exclusive Video: જામિયા હિંસાના 4 CCTV ફુટેજ જોઇ ચોંકી ઉઠશો, ખુલી જશે તમામ રહસ્યો

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીમાં ચાલુ થયેલી હિંસાના પહેલા દિવસે (15 ડિસેમ્બર) કેટલાક ઉપદ્રવીઓ રસ્તાને કાંઠે ઉભેલી બાઇક દ્વારા પેટ્રોલ કાઢીને ગાડીઓમાં આગ લગાવી રહ્યા હતા. આ તોફાનીઓની કરતૂત સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ઉપદ્રવીઓ હજી પણ પોલીસની પકડથી બહાર છે. પોલીસ સીસીટીવી ફુટેજની મદદથી આ તોફાનીઓને શોધી રહ્યા છે. જામિયા હિંસાના ચાર સીસીટીવી કેમેરાના ફુટેજમાં જોઇ શકાય છે કે, કઇ રીતે ઉપદ્રવીઓએ હિંસા કરી હતી. તેણે આગચાંપીને પથ્થરમારાથી સમગ્ર જામીયા વિસ્તારનો કાયદો અને વ્યવસ્થાની મજાક બનાવી દીધી હતી. 

જામિયા હિંસાના ચાર સીસીટીવી કેમેરા ફુટેજમાં જોઇ શકાય છે કે કઇ રીતે ઉપદ્રવીઓએ હિંસા કરી હતી. એક વીડિયોમાં દિલ્હીના મથુરા રોડથી માતા મંદિર રોડ NFC તરફ ભારે ટોળું પોલીસ પર પથ્થરમારો કરતી જોવા મળી હતી. આ દરમિયાન ઉપદ્રવીઓ છુપાઇ છુપાઇને પથ્થરમારો કરી રહ્યા હતા.સીસીટીવીનાં બીજા ફુટેજમાં 15 ડિસેમ્બરનાં દિવસે 4 વાગીને 30 મિનિટે એનએફસીની માતા મંદિર રોડ પર તોફાનીઓનાં ટોળાએ પોલીસ ફોર્સ પર પથ્થરમારો કરતા જોઇ શકાય છે. હિંસક પથ્થરમારો કાયદો અને વ્યવસ્થાને હાથમાં લઇને પોલીસ ફોર્સ પર હુમલો કરે છે. રહેણાંક વિસ્તારનાં લોકોનાં ઘરમાં રહેલા કુંડાઓ તોડી દીધા હતા. એક વધારે ફુટેજમાં કેટલાક ઉપદ્રવીઓ માતા મંદિરની સામે એક બાઇકથી પેટ્રોલ કાઢી રહ્યા છે. આ દરમિયાન કેટલાક તોફાનીઓએ પેટ્રોલ કાઢનારા વ્યક્તિની મદદ કરી, ત્યાર બાદ બાઇકથી પેટ્રોલ કાઢનારો વ્યક્તિ પગપાળા ચાલીને નજીકમાં રહેલી DTC બસમાં દાખલ થતા જોવા મળે છે. 

બીજી તરફ એક વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કેઉઉભેલી બાઇક નીક આવીને કેટલાક ઉપદ્રવીઓ પહોંચે છે અને પી તેમાં એક ઉપદ્રવી ગાડીને આગ લગાવે છે. જોત જોતામાં સમગ્ર મોટર સાઇકલ આગની ઝપટે આવી જાય છે અને પછી બાઇકમાં આગ લગાવનારા ઉપદ્રવીઓ સળગતી બાઇકને ઘસડતા DTC બસ તરફ લઇ જતા જોવા મળે છે. ચાર સીસીટીવી કેમેરામાં કેદ તોફાનીઓ અત્યાર સુધી પોલીસ ધરપકડથી બહાર છે. આ જ ફુટેજનાં આધારે પોલીસ તોફાનીઓને શોધી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news