હાવડામાં ફરી હિંસા: તોફાની તત્વોનો પોલીસ પર પથ્થરમારો, ઇન્ટનેટ સેવા બંધ
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે પ્રયાગરાજમાં ભારે હિંસા થઈ હતી. હિંસામાં ADG ઝોન પ્રયાગરાજ પ્રેમ પ્રકાશ ઘાયલ થયા હતા. સાથે જ ડીએમ સંજય ખત્રીને પણ ઈજા પહોંચી હતી. ભારે પોલીસ દળ ત્યાં તૈનાત છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
Trending Photos
Prophet Muhammad Protest: નુપૂર શર્માના વિવાદિત નિવેદનને લઇને દેશના ઘણા ભાગમાં બબાલ મચી છે. શુક્રવારે 10 જૂનના રોજ ઘણા શહેરોમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યા હતા, જેમાં પશ્વિમ બંગાળના હાવડા પણ સામેલ છે. પરંતુ હવે હાવડામાં ફરી એકવાર હિંસા ફાટી નિકળી હોવાના સમાચાર છે. અહીં પોલીસ પર ભીડે પથ્થરમારો કર્યો છે. ત્યારબાદ પોલીસ દ્રારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી અને ટીયર ગેસ છોડ્યા હતા. સ્થિતિને જોતાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
પશ્વિમ બંગાળના હાવડામાં ગઇકાલે હિંસા બાદ કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી, પરંતુ આજે સવારે ફરી એકવાઅર ભીડ એકઠી થઇ હતી અને જોરદાર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળને કોઇપણ ભોગે સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે હાલ ઘટનાસ્થળે પોલીસ ટુકડી ગોઠવી દેવામાં આવી છે. આ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે.
તમને જણાવી દઇએ કે હાવડામાં લોકો સસ્પેંડડ નેતા નુપૂર શર્મા અને હાંકી કાઢેલા નેતા નવીન જિંદલના વિવાદિત નિવેદનના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ વાન અને પોલીસ બૂથમાં આગ લગાવી હતી. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બોલાવવામાં આવી છે અને કોઇપણ પ્રકારે લોકોને ત્યાંથી ભગાડવામાં આવ્યા. આ લોકો નુપૂર શર્માની ધરપકડને લઇને પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગ છે કે નુપૂર શર્માની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. સસ્પેંડેડ ભાજપ પ્રવક્તાએ પૈગંબર મોહમંદને લઇને એક ટીવી ડિબેટમાં આપત્તિજનક ટિપ્પણી કરી હતી, ત્યારબાદ દેશ અને દુનિયામાં તેને લઇને ખૂબ ચર્ચા થઇ. આ નિવેદન બાદ મચેલા હંગામાને જોતાં ભાજપે તેમને સસ્પેંડ કરી દીધા. સાથે તેમના નિવેદનોને નજર અંદાજ કરતાં નિવેદન પણ જાહેર કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે પ્રયાગરાજમાં ભારે હિંસા થઈ હતી. હિંસામાં ADG ઝોન પ્રયાગરાજ પ્રેમ પ્રકાશ ઘાયલ થયા હતા. સાથે જ ડીએમ સંજય ખત્રીને પણ ઈજા પહોંચી હતી. ભારે પોલીસ દળ ત્યાં તૈનાત છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
મુદારાબાદમાં પણ નમાઝ બાદ પ્રદર્શન
ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં જુમાની નમાઝ બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. લોકોએ કડક કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. અહીં પણ વિરોધ હિંસામાં ફેરવાઈ ગઈ અને ત્યારબાદ પોલીસેમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ઝારખંડના રાંચીમાં હિંસા
શુક્રવારે ઝારખંડના રાંચીમાં નમાઝ બાદ હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ અને ફોર્સ પર પથ્થરમારો કર્યો હતો. તે જ સમયે, રાંચીમાં જબરદસ્ત હંગામો થયો છે જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલમાં રાંચીમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
દેવબંદમાં પ્રદર્શન બાદ અનેક લોકોની અટકાયત
યુપીના દેવબંદમાં શુક્રવારની નમાઝ બાદ લોકોએ પ્રદર્શન કર્યું. આ દરમિયાન લોકોએ બેનરો લઈને નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેવબંદમાં પ્રદર્શન બાદ અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે