'ભારત બચાવો' રેલીમાં પ્રિયંકા ગાંધીનો ભાજપ પર હુમલો, કહ્યું-દેશ વ્હાલો હોય તો અવાજ ઉઠાવો'
કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી, કિસાન વિરોધી નીતિઓ, મહિલાઓ વિરૂદ્ધ હિંસા, બેરોજગારી અને સંવિધાન પર હુમલાને લઇને મોદી સરકાર વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરી રહી છે. તેમાં કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને કાર્યકર્તા સામેલ થઇ રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી, કિસાન વિરોધી નીતિઓ, મહિલાઓ વિરૂદ્ધ હિંસા, બેરોજગારી અને સંવિધાન પર હુમલાને લઇને મોદી સરકાર વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરી રહી છે. તેમાં કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને કાર્યકર્તા સામેલ થઇ રહ્યા છે. આ રેલીમાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી લાખો કોંગ્રેસ કાર્યકર્તા રામલીલા મેદાન પહોંચી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ભાષણમાં મોદી સરકાર વિરૂદ્ધ આકરો હુમલો કર્યો છે.
'ભારત બચાવો' રેલીમાં કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે 'આજે દેશમાં ખરાબ હવામાન થઇ ગયું છે. અર્થવ્યવસ્થાને આ સરકારે નષ્ટ કરી દીધી છે. બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. ઉદ્યોગો ખતમ થઇ રહ્યા છે. નોટબંધીએ જનતાની કમર તોડી નાખી. આ સરકારમાં ગુનેગારોની બોલબાલા છે. સરકાર પોતાની ધૂનમાં છે.
#WATCH Delhi: Congress leader Priyanka Gandhi: "...Har bus stop, har akhbar pe dikhta hai 'Modi hai to mumkin hai'. Asliyat ye hai ki 'BJP hai to Rs 100 kilo ki pyaaz hai, BJP hai to 45 saal mein sabse zyada berozgari mumkin hai, BJP hai to 4 cr naukriyan nasht hona mumkin hai.." pic.twitter.com/6sr1CAYD9n
— ANI (@ANI) December 14, 2019
'ભારત બચાવો' રેલીમાં પ્રિયંકા ગાંધીએ મંચ પરથી કહ્યું કે 'નાગરિકતા સંશોધન બિલ ભાગલાનું કારણ બનશે. અવાજ નહી ઉઠાવો તો ભાગલા થશે. દેશ વ્હાલો છે તો અવાજ ઉથાવો. આ સરકારમાં મોંઘવારી-બેરોજગારી વધતી જાય છે. ભાજપ છે તો મોંઘવારી મુમકીન છે. આજે ડુંગળીના ભાવ આસમાને છે. ડીઝલ-પેટ્રોલના વધતા જાયા છે અને આ બધુ આ સરકારની નિષ્ફળતાના પુરાવા છે.
What is this country? This is a country born of a movement that used the power of nonviolence & love to defeat the greatest conquerors of the time. This is a country of love, nonviolence & brotherhood: General Secretary Smt. @priyankagandhi #BharatBachaoRally pic.twitter.com/XzYlbzFQ92
— Congress (@INCIndia) December 14, 2019
પ્રિયંકાએ કહ્યું કે આજે દેશની જીડીપી પાતાળમાં પહોંચી ગઇ છે. આમ સાચું કહીએ તો દરેક બસ સ્ટોપ, દરેક છાપામાં જોવા મળે છે કે મોદી હૈ તો મુમકીન હૈ. હકિકત એ છે કે ભાજપ છે તો 100 રૂપિયે કિલો ડુંગળી છે, ભાજપ છે તો 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી શક્ય છે, ભાજપ છે તો 4 કરોડ નોકરીઓ નષ્ટ થવે શકય છે.
પ્રિયંકાએ પોતાના ભાષણમાં ઉન્નાવની ઘટનાની યાદ અપાવી. પીડિત પરિવારનો દુખ સંભળાવ્યું. તેમણે કહ્યું કે જ્યારે મેં એક નાનકડીની બાળકીને પૂછ્યું કે મોટી થઇને તુ શું બનીશ તો પહેલાં તો તેણે કંઇ ન કર્યું પરંતુ તેણે કહ્યું કે જે વકીલથી મોટું હોય છે. એટલે કે જજ બનવા માંગુ છું. તેના પિતાને જોઇને મને મારાની પિતાની યાદ આવી ગઇ છે. આ દેશમાં જે થઇ રહ્યું છે તેને અટકાવવું આપણું કર્તવ્ય છે. જે આજે અન્યાય વિરૂદ્ધ લડશે નહી, તે ઇતિહાસમાં કાયર કહેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે