ડિટેન્શન સેન્ટરને લઈને ઘમાસાણ, રાહુલ ગાંધીએ કહ્યું- 'RSSના PM ભારતમાતાને ખોટું બોલે છે'

કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ડિટેન્શન સેન્ટરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  પર ગંભીર આરોપ લગાવ્યો.

ડિટેન્શન સેન્ટરને લઈને ઘમાસાણ, રાહુલ ગાંધીએ કહ્યું- 'RSSના PM ભારતમાતાને ખોટું બોલે છે'

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ડિટેન્શન સેન્ટરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  પર ગંભીર આરોપ લગાવ્યો. તેમણે પીએમ મોદી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ હાલમાં જ દિલ્હીના રામલીલા મેદાનમાં થયેલી રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસ ડિટેન્શન સેન્ટરને લઈને ખરાબ દાનતથી જુઠ્ઠાણું ફેલાવી રહી છે. વડાપ્રધાનના તે નિવેદન પર પલટવાર કરતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે તેઓ ખોટું બોલી રહ્યાં છે. 

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરીને કહ્યું કે આરએસએસના વડાપ્રધાન ભારતમાતાને જૂઠ્ઠુ બોલે છે. તેમણે જે વિડિયોને ટ્વીટ કર્યો છે તેમાં આસામમના એક ડિટેન્શન સેન્ટરનો ઉલ્લેખ કરાયો છે. રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટ પર જૂઠ, જૂઠ, જૂઠ નો હેશટેગ પણ લગાવ્યો છે. 

— Rahul Gandhi (@RahulGandhi) December 26, 2019

શું કહ્યું હતું પીએમ મોદીએ? 
વાત જાણે એમ છે કે દિલ્હીમાં ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવાને લઈને દિલ્હી ભજાપ તરફથી રામલીલા મેદાનમાં 22 ડિસેમ્બરના રોજ રેલી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગેરકાયદે કોલોનીઓમાં રહેતા લોકો તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ધન્યવાદ રેલીમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિટેન્શન સેન્ટરને લઈને કોંગ્રેસ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીમાં કહ્યું હતું કે હજુ પણ જે ભ્રમ છે, હું કહીશ કે કોંગ્રેસ અને અર્બન નક્સલીઓ દ્વારા ઉડાવવામાં આવેલી ડિટેન્શન સેન્ટરની અફવાઓ હળાહળ જૂઠ્ઠાણું છે. બદઈરાદાવાળી છે. દેશને તબાહ કરવાના નાપાક ઈરાદાઓથી ભરેલી છે. આ ખોટું છે, ખોટું છે, ખોટું છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

ડિટેન્શન સેન્ટરને કેમ થાય છે ચર્ચા?
અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન કાયદો બન્યાં બાદ તેનો વિરોધ કરી રહેલા પક્ષો, સંગઠન અને પ્રદર્શનકારીઓ તેને દેશભરમાં એનઆરસી લાગુ કરવાની દિશામાં ઉઠાવવામાં આવેલું પગલું ગણે છે. CAAના વિરોધીઓ તેના પક્ષમાં એવી પણ દલીલ કરી રહ્યાં છે કે એનઆરસીમાં જે લોકો પોતાની નાગરિકતા સાબિત કરવા માટે દસ્તાવેજો નહીં આપી શકે તેમને કેદ કરવા માટે દેશભરમાં ઠેર ઠેર ડિટેન્શન સેન્ટરો બનાવવામાં આવી રહ્યાં છે. હવે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવા માટે મોદી કેબિનેટમાંથી મંજૂરી મળ્યા બાદ વિપક્ષી દળ તેને પણ એનઆરસી લાગુ કરવા માટે ઉઠાવવામાં આવેલું પગલું ગણે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news