PM મોદીએ ભારતના મહાન સપૂત ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને કર્યા યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જન સંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિના દિવસે યાદ કર્યા. વર્ષ 1953માં 23 જૂનના રોજ આજના દિવસે શ્યામા પ્રસાદ મુખર્જીનું નિધન થયું હતું.

PM મોદીએ ભારતના મહાન સપૂત ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને કર્યા યાદ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જન સંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિના દિવસે યાદ કર્યા. વર્ષ 1953માં 23 જૂનના રોજ આજના દિવસે શ્યામા પ્રસાદ મુખર્જીનું નિધન થયું હતું. શ્યામા પ્રસાદ મુખર્જી હંમેશા દેશમાં બે વિધાન, બે નિશાન અને બે પ્રધાન ન હોવાની વકાલત કરતા હતા. 

વડાપ્રધાનમંત્રી મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું, 'મા ભારતીના મહાન સપૂત ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શત-શત નમન.'

— Narendra Modi (@narendramodi) June 23, 2020

તમને જણાવી દઇએ કે શ્યામા પ્રસાદ મુખર્જીએ જવાહરલાલ નહેરૂથી અલગ થઇને 1951માં, ભારતીય જન સંઘની સ્થાપના કરી હતી. શ્યામા પ્રસાદ મુખર્જી જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા વિરૂદ્ધ હતા. જમ્મૂ કાશ્મીરમાં તે સમયે પ્રવેશ કરવા માટે પરમિટ પણ લેવી પડતી હતી, શ્યામા પ્રસાદ મુખર્જી તેના પણ વિરોધી હતા.   

શ્યામા પ્રસાદ મુખર્જીએ વર્ષ 1953 માં પરમિટ માટે કાશ્મીરનો પ્રવાસ કર્યો, જ્યાં તેમણે જમ્મૂ કાશ્મીરની તત્કાલીન શેખ અબ્દુલા સરકારે ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન રહસ્યમય પરિસ્થિતિમાં તેમનું મોત નિપજ્યું હતું. 

જોકે શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન માટે થોડા સમય બાદ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ જમ્મૂ કાશ્મીરમાં પરમિટ સિસ્ટમને ખતમ કરી દીધી હતી. શ્યામા પ્રસાદ મુખર્જીના પદ ચિહ્ન ચાલતાં ગત વર્ષે ભારતીય જનતા પાર્ટી (BJP)એ જમ્મૂ કાશ્મીરની કલમ 370ને સંસદમાં સંશોધન કરીને નિષ્પ્રભાવી બનાવી દીધી છે. ભાજપ શ્યામા પ્રસાદ મુર્ખજીને પોતાના આદર્શ માને છે. ભાજપનો આજે પણ મુખ્ય નારો છે, જહાં હુએ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ, જો કાશ્મીર હમારા હૈ, વહ સારા કા સારા હૈ.'  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news